અયોધ્યામાં રામલલાની મૂર્તિ કાળી કેમ છે?

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે.

રામલલાની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે

કે કૃષ્ણશિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે.

રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણાં ખાસ કારણ છે.

કૃષ્ણ શિલા એ એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો, એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચઢાવો છો, ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.

તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી.

આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી. આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે.

કારણ કે તે કોઈપણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી.

આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે.

મૂર્તિની કૃષ્ણ શિલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર?

રામલલા માટે ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું.જેમાં સત્યનારાયણ પાંડેએ શ્વેત મૂર્તિ બનાવી હતી. જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજ અને બેંગલુરુના જી એલ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી. જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે.

આ કૃષ્ણ શિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે.

આ શિલાનું વજન 10 ટન હતું જ્યારે પહોળાઈ 6 ફૂટ અને 4 ફૂટની જાડાઈ હતી. આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી.

શિલાની પસંદગી કેવી રીતે થઈ?

વાસ્તુની દ્રષ્ટીએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયનિક સંરચનાની તપાસ કરી હતી.

આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્વ પણ છે

કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અહીં જ 60 કિમી દૂર શ્રૃંગેરી શહેર આવેલું છે. આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં પણ મળે છે. અહીં રહેતાં શ્રૃંગી ઋષીના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે.