શા માટે આ મહેલને કહેવાય છે હવા મહેલ?

રાજસ્થાન રાજવી પેલેસ અને હવેલીઓની ભૂમિ છે.જયપુર આવતા દરેક પ્રવાસીઓને તે પોતાની તરફ આકર્ષે છે.

આ જગ્યાને લેન્ડ ઓફ વિન્ડ પણ કહે છે

જે મહારાજા સવાઈ પ્રતાપસિંહે 1799માં તૈયાર કરાવ્યો હતો.

સમગ્ર હવા મહેલમાં લાલ અને ગુલાબી રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સમગ્ર મહેલની ઊંચાઈ પાંચ માળની ઈમારત જેટલી છે. ઉપરથી જોતા તે પિરામિટ આકારનો દેખાય છે.

આ હવા મહેલ તૈયાર કરાવવા પાછળનો હેતું

રાણીઓ તથા રાજદરબારની બીજી મહિલાઓ શહેરમાંથી નીકળતા જુલૂસ, વરઘોડા અને શોભાયાત્રા નિહાળી શકે તે હતો.

આ ઉપરાંત શેરીમાં જામતી ભીડમાં લોકો પર છુપી રીતે નજર રાખવાનો હતો

સમગ્ર હવા મહેલમાં 953 બારીઓ છે જેને ઝરૂખાથી ઓળખવામાં આવે છે.

હવા મહેલમાં પાછળની તરફ પાંચ માળ છે.

પણ ખાસ વાત એ છે કે ઉપર ચડવા માટે કોઈ પગથિયા નથી. માત્ર ઢોળાવ અને વણાંકવાળા રસ્તાઓ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેક ટોપ ફ્લોર સુધી જાય છે.