કપાળ પર શા માટે લગાવવામાં આવે છે તિલક ?

હિન્દુ પરંપરામાં માથા પર તિલક લગાવવાનું આગવું મહત્વ છે

તેને શુભ અને સાત્વિકતાનું પ્રતીક માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં કંકુ, હળદર, ચંદન કે સિંદુરના તિલકનું મહત્વ છે

જો તિલક લગાવવામાં આવે તો આ ઉર્જાનો વ્યય થતો અટકે છે અને તે શરીરમાં જ સંચિત થાય છે

જેથી માથાના દુઃખાવા સહિતની સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિ વધુ એનર્જી ફીલ કરે છે.

જ્યારે માથા પર ચંદન કે કુમકુમનું તિલક કરવામાં આવે ત્યારે માથામાં ઠંડક પ્રસરી જાય છે.

આ ઉપરાંત તિલક લગાવતી વખતે એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

બાયોલોજી અનુસાર આ જગ્યા પર પીનિયલ ગ્રંથિ આવેલી હોય છે.

જ્યારે પીનિયલ ગ્રંથીને ઉદ્દીપ્ત કરવામાં આવે તો મસ્તિષ્કની અંદર એક પ્રકાશની અનુભૂતિ થાય છે.

સાઈકોલોજીમાં પણ માથા પર તિલક લગાવવાનું અનોખુ મહત્વ છે.

માથુ એ ચહેરાનો કેન્દ્રભાગ છે. અહીં બધાની જ દૃષ્ટિ અટકે છે. અહીં તિલક લગાવશો તો બધાનું ધ્યાન તમારા પર કેન્દ્રિત રહી શકશે.