કેમ લાલ રંગથી કરવામાં આવે છે તિલક? લાલ રંગ અને હિંદુ ધર્મને શું છે સંબંધ?

લાલ રંગ અગ્નિ, લોહી અને મંગળનો રંગ પણ છે.

લાલ રંગ ઉત્સાહ, સૌભાગ્ય, ઉમંગ, સાહસ અને નવા જીવનનું પ્રતીક છે

લાલ રંગ ઉગ્રતાનું પણ પ્રતીક છે. તેથી જે લોકોને વધુ ગુસ્સો આવે છે, તેમને લાલ રંગના વસ્ત્રો ઓછા પહેરવાની સલાહ આપવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં લાલ રંગને સુહાગનો રંગ માનવામાં આવે છે.

તેથી પરણિત સ્ત્રીઓ લાલ સાડી અને લાલ સિંદૂર લગાવે છે.

લાલ રંગનો સંબંધ કુદરત(NATURE) સાથે પણ છે

મોટા ભાગે ફુલોના રંગ લાલ અથવા તેનાથી મળતા આવતા રંગના વધુ જોવા મળે છે.

લાલ રંગ એ લક્ષ્મી માતાનો પ્રિય રંગ છે.

મા લક્ષ્મી લાલ વસ્ત્રો પહેરે છે અને લાલ કમળ પર તેઓ તેજસ્વી દેખાય છે. લાલ રંગના કપડું પાથરીને તેના પર લક્ષ્મી માતાની પ્રતિમા રાખી તેમની પૂજા કરવામાં આવે છે.

રામ ભક્ત હનુમાનજીને ફણ લાલ અને સિંદૂરી રંગ પ્રિય છે

મા દુર્ગાના મંદિરોમાં પણ લાલ રંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

હિન્દુ ધર્મમાં લગ્ન સમયે વર અને વરરાજાના લગ્નજીવનમાં લાલ રંગને પ્રાધાન્ય આપવામાં આવે છે

એવું કહેવામાં આવે છે કે આ રંગ સનાતની, પુનર્જન્મની ધારણાઓને દર્શાવતો રંગ છે.