ગુજરાતના પોળોના જંગલોમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ

આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ

ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે

આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે.

અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.

વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી

પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનીક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે.

અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે,

અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરખાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.