પૂજા સમયે ઘંટડી અને મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટ કેમ વગાડવો જોઈએ?

સનાતન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનોમાં ઘંટ અથવા ઘંટડી વગાડવાની પ્રથા વર્ષો જૂની છે. જેની પાછળના કારણ ધર્મ ગ્રંથમાં લખેલા છે.

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે,

મંદિરો અને ઘરોમાં પૂજા દરમિયાન ઘંટડી કે ઘંટ કેમ વગાડવામાં આવતા હોય છે.

ઘંટડી વગાડવાથી આપણી આસપાસની દુષ્ટ શક્તિઓ પણ નાશ પામે છે

અને સકારાત્મક ઊર્જાનું પણ વહન થાય છે. આ કારણોથી મંદિરોમાં અને ઘરોમાં પૂજા દરમિયાન અને પછી ઘંટડી વગાડવામાં આવે છે.

મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાનો પણ ખૂબ જ મહિમા છે.

ઘંટ વગાડવાથી જે ધ્વનિ નીકળે છે, તે તમારા શરીરના 7 ચક્રોને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે

જે સકારાત્મક ઊર્જાનું સંચાર કરે છે.

મંદિર પ્રવેશતી વખતે ઘંટ વગાડવાથી તમારો સંદેશો તેમજ મહેચ્છા સીધી ઈશ્વરને પહોંચે છે અને તમારી મહેચ્છાઓ પૂર્ણ થાય છે.

ઘંટ વગાડવાથી તન તેમજ મન પવિત્ર થઈ જાય છે,

આ કારણોસર મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટ અને પૂજા સમયે ઘંટડી વગાડવાની પરંપરા છે.

ઈશ્વરની સામે પોતાની મનોકામના અને હાજરી રજૂ કરવા માટે

હિંદુ ધર્મમાં ઘંટ અથવા ઘંટડી વગાડવામાં આવે છે.

આથી ઘંટ અને ઘંટડીનું હિંદુ ધર્મમાં

અનન્ય મહત્વ ગણવામાં આવ્યું છે.