જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે

ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો 8 મો અવતાર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમની દિવસે ઉજવવામાં આવે છે.

શ્રાવણ વદ આઠમના દિવસે મોડી રાત્રે શ્રી ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો

તેથી દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમી તહેવાર ઉજવવામાં આવે છે.

આપણા દેશમાં મોટા ભાગે દહીં હાંડી ફોડીને જન્માષ્ટમી નો તહેવાર મનાવવામાં આવે છે.

જેમાં એક હાંડી એટલે કે નાની માટલીમાં દહીં ભરવામાં આવે છે અને તેને ઉંચી લટકાવવામાં આવે અને તેને ફોડવામાં આવે છે.

શ્રી કૃષ્ણના આગમન માટે ભક્તો તેમના ઘરો અને મંદિરોમાં વિશેષ શણગાર કરે છે. વ્રત કરે છે

અને ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક કરીને, આખી રાત મંગલ ગીતો ગાવામાં આવે છે.

શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

શ્રાવણ વદ આઠમ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.