જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં પડશે હાડ થીજવતી ઠંડી?

અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વારંવાર વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાદળો આવવાના કારણે ઠંડીમાં વઘ ઘટ થઇ રહી છે.

રાજ્યમાં હાલ ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે.

સામાન્ય રીતે ઉતર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે.

પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ રહ્યો છે

અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યુ છે.

20થી 22 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે

ઉત્તરભાગમાંથી પર્વતિય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.

25થી 26 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે.

જ્યારે 25થી 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે અને 26 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે

ઉત્તર ભારતથી રાજસ્થાન સુધીમાં હવામાનમાં બદલાવ આવશે.

જેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઇ હોય તેવું જણાશે.

7 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે.

10 ફેબ્રુઆરીથી રાજ્યના ભાગોમાં સવારે ઠંડી આવવાની શક્યતા રહેશે.

શક્યતા રહેશે. જ્યારે 12થી 14 ફેબ્રુઆરીએ પણ ઠંડી રહી શકે અને

ફેબ્રુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.