ગુજરાતમાં ઠંડી નહીં માવઠું થશે? જાણો શું કહી રહી છે આગાહીઓ

હવામાન વિભાગે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અંગે આગાહી કરી છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે,

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. હવામાન નિષ્ણાતોનું માનીએ તો ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે.

આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી.

આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી જ્યારે નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

રાજ્યમાં ત્રણ - ચાર દિવસ સુધી તાપમાન વધવાની શક્યતા નથી.

પરંતુ ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઠંડી અનુભવાશે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, તારીખ 29 અને 30 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે. હવાનું હળવું દબાણ ઉભું થશે

ડિસેમ્બરના અંતભાગમાં જે સિસ્ટમ થવાની સંભાવનાઓ છે તેની અસર મહારાષ્ટ્ર,

ગોવામાં થઈ શકે છે અને વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે દેશના પૂર્વ ભાગ સુધી હવામાનમાં પલટો આવી શકે છે.

30 તારીખ સુધી હવામાન એકદમ ખુલ્લું રહેશે.

વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ માવઠાના ઝાપટાંની શક્યતાઓ નથી.