ગરમી-ઠંડીની સાથે હવે વરસાદ પણ પડશે? આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે?

ગુજરાતના હવામાનનો મિજાજ હાલ બદલાયેલો લાગે છે. છેલ્લા થોડા દિવસથી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

ત્યારે હવામાન નિષ્ણાતે માવઠાનું પણ અનુમાન કર્યુ છે.

તો આજે આપણે જોઇએ કે આ સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં શું શું ફેરફાર આવશે.

ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં

પવનની દિશા બદલાતા 4 અને 5 ફેબ્રુઆરી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા પાટણ તથા કચ્છ જીલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

મોટા માવઠા થવાની સંભાવનાઓ નથી તેમ પણ જણાવવામાં આવ્યું છે.

માવઠું સાર્વત્રિક નહીં હોય. જે રીતે મહત્તમ તાપમાન ઊંચું આવ્યું છે તે જોતા લોકોને લાગતું હશે કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો અને ઉનાળાની શરુઆત થશે

પરંતુ હવે ફરી પવનની દિશા બદલાતા 5-6 ફેબ્રુઆરી દરમિયાન તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે.

કેટલાક સેન્ટરો પર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા પણ નીચું જવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે,

સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે.

રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. કોઈ વિસ્તારમાં હિમ પણ પડી શકે.

જોકે, હાલ તો વાદળો છે. જેના કારણે ઠંડી પડતી નથી.

ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધશે ત્યાર બાદ ફરી 19થી 22 ફેબ્રુઆરીએ મજબુત સિસ્ટમ આવશે.

આ વખતે ગરમી સાથે ઠંડી સાથે બેવડી ઋતુનો અહેસાસ થશે.ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારમાં છાંટા પડવાની શક્યતા છે.