ઉત્તરાયણના દિવસે પતંગને ઢીલ આપવી પડશે કે દોર ખેંચવી પડશે?

જાણો કેવો રહેશે પવન?

ઉતરાયણની તૈયારી વચ્ચે પવનની ગતિ કેવી રહેશે તેની રાહ જોઈએ રહ્યા હોય છે.

ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, પતંગ રસીયાઓ માટે આનંદના સમાચાર છે.

ઉતરાયણના પર્વ નિમિતે.પતંગ ચગવા માટે અનુકુળ પવન રહેશે છે

બજારમાં અવનવી પતંગ આવી છે. ઉતરાયણની તૈયારી વચ્ચે પવનની ગતિ કેવી રહેશે તેની રાહ જોઈએ રહ્યા હોય છે.

આ સાથે એમ પણ જણાવાયુ છે કે,

15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઠંડી સામાન્ય રહેશે. જેના કારણે પવન અને વાતાવરણ સાનુકુળ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ઉતરપૂર્વ-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે

અને આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. બે દિવસ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે

14 જાન્યુઆરીના પવનની ગતિ સામાન્ય રહેશે

એટલે કે પ્રતિકલાકે 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

દેશ વિદેશથી લોકો ઉતરાયણ અમદાવાદ મનાવવામાં આવે છે.

અમદાવાદમાં ઉતરાયણનો તહેવાર ઘણો ઉત્સાહથી ઉજવાય છે. પરંતુ જે રીતે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર જોવા મળી રહી છે

જેના કારણે પવનની દિશા દર બે દિવસે બદલાય છે.

અને વાતાવરણમા પલટો જોવા મળે છે. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે, 14 જાન્યુઆરીના પવનની દિશા ઉતર - ઉત્તર પૂર્વ તરફની રહેશે જેના કારણે ઠંડી અને પવન સામાન્ય રહેશે