આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ ગુજરાત પર ઉત્તર પૂર્વથી પૂર્વિય પવનો ફૂંકાઇ રહ્યા છે.
જેમ જેમ દિવસ વિતતો જાય છે તેમ તેમ ગરમીનો પણ ચમકારો વધતો જાય છે. ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આાગમી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
શુક્રવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો હતો.
આ સાથે ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.
31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે, 28થી 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે.
એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે. આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે.