શિયાળાની ફુલગુલાબી ઠંડી સૌ કોઈને તાજગી આપે છે. પણ શિયાળો તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ લઈને આવી શકે છે.
માથામાં ખોડો થઈ જવો, વાળ રૂક્ષ, શુષ્ક અને બરછટ થઈ જવા, વાળનાં બે છેડાં થઈ જવા વગેરે સમસ્યાઓ શિયાળામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે
ખોડો એ વાળ માટે સૌથી મોટો શત્રુ છે
Dandruff ના લીધે વાળ લુખા અને શુષ્ક થઈ જાય છે અને વાળનું ખરવાનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
સમતોલ અને પૌષ્ટિક આહાર લેવો.
નિમ્બ તેલ, ધતુરપત્રાદિ તેલ કે કરંજ તેલ વગેરેમાંથી કોઈ એકનું માથામાં અઠવાડીયામાં ત્રણ દિવસ માલિશ કરવું.
જાસુદનાં ફૂલને વાટીને દહીં મેળવી માથામાં લગાવવાથી વાળની ચમક અને સુંદરતા જળવાઈ રહે છે.
સમતોલ અને પોષણયુક્ત આહાર વાળની તંદુરસ્તિ અને ચમક માટે ખૂબ જરૂરી છે.