વિશ્વની પ્રથમ યુનિવર્સિટી : નાલંદા વિદ્યાપીઠ

ભારત પ્રાચીન કાળમાં વિદ્યાનું કેન્દ્ર હતું. વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ભારતમાં હતી.

નાલંદા વિદ્યાપીઠમાં દેશવિદેશથી વિદ્યાર્થીઓ ભણવા આવતા.

૧૨મી સદી સુધી ચાલુ રહેલી આ વિદ્યાપીઠમાં ચીન, શ્રીલંકા, કોરિયા વગેરે એશિયન દેશોના વિદ્યાર્થીઓ ભણતા.

લગભગ ૨૦૦૦ શિક્ષકો ૧૦૦૦૦ વિદ્યાર્થીઓને જાત જાતની વિદ્યાઓ શીખવતા.

તેમાં આધ્યાત્મ, વ્યાકરણ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, ગણિત ,તેમજ તબીબી વિદ્યાઓ મુખ્ય હતી.

આજે બિહારમાં નાલંદા વિદ્યાપીઠના ખંડેરો જોવા મળે છે.

વિદ્યાપીઠમાં નવ માળની લાયબ્રેરી અને બૌધ્ધ સાધુઓને રહેવાની સગવડ હતી.

આજે બિહારમાં નાલંદાના ખંડેરોમાં નવ મઠ અને બૌદ્ધ મંદિર છે.

સ્થળે ખોદકામ દરમિયાન ઘણાં પગથિયાં વાળા બાંધકામ મળી આવેલા. નાલંદાના મુખ્ય બૌદ્ધ સ્તૂપમાં બુદ્ધની વિશાળ પ્રતિમા છે.