વિશ્વનો સૌથી મોટો દરવાજો : ફત્તેપુર સિક્રીનો બુલંદ દરવાજો

ભારતનાં ઘણાં પૂરાતન મહેલો, મંદિરો, મિનારા વિગેરે તેના સ્થાપત્ય, શિલ્પકળા અને વિશાળતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.

આગ્રાનો તાજમહેલ તેની સુંદરતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.

તો ૫૦ કિલોમીટર દૂર આવેલા ફત્તેપુર સિક્રીનો બુલંદ દરવાજો તેની ભવ્યતા માટે જાણીતો.

૫૩.૬૩ મીટર ઊંચો આ દરવાજો

ઈ.સ. ૧૬૦૨માં મોગલ બાદશાહ અકબરે તે બંધાવેલો.

લાલ પથ્થરથી ચણાયેલા આ દરવાજા પર સફેદ આરસ વડે સુશોભન કરેલું છે.

આજે પણ આ દરવાજો અડિખમ અને સલામત છે.

દરવાજા ઉપર ૧૩ ગુંબજ છે.

૪૨ પગથિયા ચઢીને દરવાજામાં પ્રવેશ કરાય છે.

દરવાજાની દિવાલો પર કુરાનની આયાતો ઉપરાંત બાઈબલના સૂત્રો પણ કોતરાયેલા છે.

આ દરવાજો જામા મસ્જિદનું પ્રવેશદ્વાર છે. આ દરવાજો બાંધવામાં ૧૨ વર્ષ લાગેલા.

ફતેહપુર સીક્રી એક વિશ્વ ધરોહર સ્થળ છે.

ફતેહપુર સીકરી હિંદૂ અને મુસ્લિમ વાસ્‍તુશિલ્‍પ ના મિશ્રણ નું સૌથી સારું ઉદાહરણ છે