શ્યામ રંગને કારણે તમે લિપસ્ટિકનો શેડ નક્કી કરી શકતા નથી,

જાણો ક્યો રંગ તમારા માટે રહેશે બેસ્ટ

લિપસ્ટીક આજ-કાલ છોકરીઓ અને મહિલાઓ માટે એક લાઈફનો પાર્ટ બની ગઈ છે.

બહાર જતી વખતે લિપસ્ટીક અચૂકપણે કરે જ છે.

છોકરીઓને લિપસ્ટિકનો જેટલો શોખ હોય છે

એટલા જ લિપસ્ટિકના અલગ-અલગ શેડ્સ હોય છે

પરંતુ કેટલીક છોકરીઓ તેમની ત્વચાના રંગને લઈને ટેન્શનમાં હોય છે કે

પોતાનો શ્યામ રંગ છે અને તેમના કેવા કલરની લિપસ્ટીક સારી લાગશે.

જો તમારી ત્વચાનો રંગ ડાર્ક છે તો તમારે ડાર્ક કલર ટ્રાય કરવો જોઈએ

પાર્ટીઓમાં પહેરવા માટે મરૂન કલર પરફેક્ટ છે. ડાર્ક કોમ્પ્લેક્શન પર આ રંગની લિપસ્ટિક આકર્શક લુક આપે છે

આ સિવાય બર્ગન્ડી કલર પણ ડાર્ક સ્કિન માટે ખૂબ જ સારો લાગે છે

આને લગાવવાથી તમારો ચહેરો સંપૂર્ણ રીતે ચમકી ઉઠે છે

ડાર્ક કોમ્પ્લેક્શન પર ચોકલેટ બ્રાઉન કલર પણ તમને સ્માર્ટ લુક આપી શકે છે.

જો તમે ઓફિસ માટે સિમ્પલ લુક રાખવા માંગતા હોવ તો ચોકલેટ બ્રાઉન કલર એકવાર જરૂર ટ્રાય કરવો જોઈએ

આ ઉપરાંત દરેક છોકરી મોટાભાગે ગુલાબી રંગ લગાવાનું વિચારે છે.

આ રંગ પણ દરેકનો પ્રિય છે કારણ કે ગુલાબી લિપસ્ટિક શેડ ડાર્ક કોમ્પ્લેક્શનને સારી રીતે સૂટ કરે છ તેમજ તે મેજેન્ટા કલર જેવું જ છે