આનાથી સુંદર જગ્યા તમે નહીં જોઇ હોય!

ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ચોમાસામાં કોઇ જન્નતથી ઓછો નથી લાગતો. ચોમાસામાં અહીંની ભવ્યતા જોવા લાયક હોય છે.

ગીરા ધોધ ડાંગ જિલ્લાના વઘઈ ગામ પાસે ખાપરી નદી ધોધરૂપે અંબિકા નદીમાં ખાબકે છે

જ્યાં ગિરા ધોધ આવેલો છે અંબિકા નદી ત્યાર પછી આગળ વહીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.

આ ધોધની ઉંચાઈ 25 મીટર જેટલી છે.

ગુજરાતના સૌથી મોટા અને સુંદર ધોધ તરીકે ગિરા ધોધનું નામ મોખરે છે.

ગીરા ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે.

ગીરા ધોધ વઘઈથી માત્ર 4 કિ.મી. જ દૂર છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે.

સાઈડના રસ્તે બીજા 2 કિ.મી. જઈએ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય

કિનારેથી જ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે.

અહીં ખડકો પર જ ઊભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સાંભળવાની ખૂબ મજા આવે છે

ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગ્યા છે. પાણીમાં ઉતરવાનું જોખમ નહીં લેવાય.

જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય.

આવી સ્થિતિમાં ધોધનું પાણી જે જગ્યાએ પડે છે, તે જગ્યાએ જવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી.