7 ટિપ્સ તમારા વેડિંગ ઈન્વેસ્ટમેન્ટને ઓછું કરવામાં તમારી મદદ કરશે.
લગ્નની તારીખના થોડા દિવસ પહેલાં બુકિંગ તમને મોંઘું પડી શકે છે. તમે ઓફ સીઝનમાં હોલ બુક કરાવી લો તો તમે થોડા વધારે રૂપિયા અહીં બચાવી શકો છો.
લગ્ન માટે કપડાં ખરીદવાના બદલે તમે તેને ભાડેથી લઈ શકો છો. તેનાથી તમારા અનેકગણા રૂપિયા બચશે.
કપડાંની જેમ મોંઘી જ્વેલરી પણ તમે ભાડે લઈ શકો છો. આર્ટિફિશિયલ જ્વેલરી પણ સારી લાગે છે અને તેનાથી તમને એક હેવી લૂક મળે છે.
લગ્ન માટે ડેકોરેશન, કેટરિંગ, લોકેશન, ડીજે અને મેકઅપ આર્ટિસ્ટને માટે વેડિંગ પ્લાનરની સાથે વાત કરી લો તે જરૂરી છે. તે તમારા બજેટમાં તમને દરેક વ્યવસ્થા કરી આપે છે
યાદ રાખો, કોઈ પણ આર્ટિસ્ટ પોતાના સામાનની સાથે મેકઅપ લાવીને તમારી પાસે બમણા રૂપિયા લઈ શકે છે.
શિયાળાની સીઝન હોવાના કારણે લગ્નમાં એવું મેનૂ પસંદ કરો જેમાં શિયાળુ વાનગીઓનો સમાવેશ થાય
લગ્નમાં મોંઘા ઇન્વિટેશન કાર્ડને બદલે તમે ડિજિટલ કાર્ડ બનાવડાવી શકો છો. તમે તેને મિત્રો અને સંબંધીઓને ફોરવર્ડ કરી શકો છો.