Whatsapp પર લાગી શકે પ્રતિબંધ! તમે પણ ફેક વૉટ્સએપ તો નથી વાપરતાને ?

અટલ સમાચાર,ડેસ્ક મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ કરનાર યૂઝર્સ માટે મોટા સમાચાર છે. શું તમને માલૂમ છે કે તમે કયું વૉટ્સએપ વાપરી રહ્યા છો? ક્યાંક તમે પણ ક્લોન વોટ્સએપ કે ફેક વૉટ્સએપ અકાઉન્ટથી તો ચેટિંગ નથી કરી રહ્યા. જો આવું હોય તો તમારા પર્સનલ ચેટ સુક્ષિત નથી. હવે સવાલ ઉઠે છે કે કેવી રીતે માલૂમ કરશો
 
Whatsapp પર લાગી શકે પ્રતિબંધ! તમે પણ ફેક વૉટ્સએપ તો નથી વાપરતાને ?

અટલ સમાચાર,ડેસ્ક

મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ કરનાર યૂઝર્સ માટે મોટા સમાચાર છે. શું તમને માલૂમ છે કે તમે કયું વૉટ્સએપ વાપરી રહ્યા છો? ક્યાંક તમે પણ ક્લોન વોટ્સએપ કે ફેક વૉટ્સએપ અકાઉન્ટથી તો ચેટિંગ નથી કરી રહ્યા. જો આવું હોય તો તમારા પર્સનલ ચેટ સુક્ષિત નથી. હવે સવાલ ઉઠે છે કે કેવી રીતે માલૂમ કરશો કે તમારા ફોનમાં રહેલ વૉટ્સએપ અસલી છે કે નકલી?

અસલી કે નકલી કેવી રીતે જાણશો?

વૉટ્સએપે પોતાના ફ્રીક્વેન્ટલી આસ્ક્ડ ક્વેશ્ન્સ સેક્શનમાં આની જાણકારી આપી છે, જેની મદદથી તમે અસલી અને નકલી વૉટ્સએપમાં ફરક કરી શકો છો. જો યૂઝરના અકાઉન્ટમાં ટેમ્પોરારિલી બેન્ડ લખેલું આવી રહ્યું છે તો તેનો મતલબ કે તમે નકલી વૉટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છો.

જણાવી દઈએ કે પાછલા કેટલાક સમયથી ક્લૉન વૉટ્સએપનો ઉપયોગ કરતા યૂઝર્સની સંખ્યામાં ભારે વધારો થયો છે. લોકો વૉટ્સએપને સબ્સિટીટ્યૂટ એટલે કે નકલી વૉટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. વૉટ્સએપના ક્લૉન્ડ એપની તેજીથી વધી રહેલ સંખ્યાના કારણે વૉટ્સએપે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે જલદ જ એવા યૂઝર્સના ફોનથી વૉટ્સએપ હંમેશા માટે બંધ થઈ જશે જેઓ ક્લૉન અકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે.

વૉટ્સએપ મુજબ કેટલાય યૂઝર્સ વૉટ્સએપથી મળતા થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં સૌથી વધુ જીબી વૉટ્સએપ અને વૉટ્સએપ પ્લસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૉટ્સએપે આવા યૂઝર્સને તુરંત પોતાના અકાઉન્ટ ઓરિજનલ વૉટ્સએપ પર શિફ્ટ કરવા માટે કહ્યું છે. આવું ન કરવા પર તેમના અકાઉન્ટ હંમેશા માટે બંધ થઈ જશે