WhatsApp: આ ખાસ ફિચરથી યૂઝર્સને પરેશાનીમાંથી મળશે છુટકારો

અટલ સમાચાર, ડેસ્ક વૉટ્સએપ સમય સમયે પોતાના યૂઝર્સને નવા નવા ફિચર્સ પ્રૉવાઇડ કરી રહ્યું છે. હવે વૉટ્સએપ એક ખાસ ફિચર લઇનને આવી રહ્યું છે. હાલ આ ફિચર પર કામ ચાલી રહ્યું છે. વૉટ્સએપ પર નૉટિફિકેસન્સથી ઘણીવાર કેટલાય યૂઝર્સ પરેશાન થઇ જાય છે. આને ધ્યાનમાં રાખતા કંપની નૉટિફિકેશનનુ મહત્વનુ ફિચર આપવા જઇ રહી છે. આ ફિચર
 
WhatsApp: આ ખાસ ફિચરથી યૂઝર્સને પરેશાનીમાંથી મળશે છુટકારો

અટલ સમાચાર, ડેસ્ક

વૉટ્સએપ સમય સમયે પોતાના યૂઝર્સને નવા નવા ફિચર્સ પ્રૉવાઇડ કરી રહ્યું છે. હવે વૉટ્સએપ એક ખાસ ફિચર લઇનને આવી રહ્યું છે. હાલ આ ફિચર પર કામ ચાલી રહ્યું છે. વૉટ્સએપ પર નૉટિફિકેસન્સથી ઘણીવાર કેટલાય યૂઝર્સ પરેશાન થઇ જાય છે. આને ધ્યાનમાં રાખતા કંપની નૉટિફિકેશનનુ મહત્વનુ ફિચર આપવા જઇ રહી છે. આ ફિચર આવ્યા બાદ ગ્રુપ્સના નૉટિફિકેશન્સને હંમેશા માટે મ્યૂટ કરી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WABetaInfoનુ માનીએ તો લેટેસ્ટ વૉટ્સએપ બીટા ફૉર એન્ડ્રૉઇડ વર્ઝન અનુસાર, હવે વૉટ્સએપ ગ્રુપ નૉટિફિકેશન્સ મ્યૂટ કરવા પર યૂઝર્સને વન યર ઓપ્શનની જગ્યાએ ઓલવેઝનો ઓપ્શન મળશે. આ ફિચર આવ્યા બાદ યૂઝર્સ ખુદ સેટિંગ્સ ચેન્જ કરશે ત્યાં સુધી વૉટ્સએપ નૉટિફિકેશન્સ મ્યૂટ રહેશે. આ પહેલા વૉટ્સએપના યૂઝર્સને કોઇપણ ગ્રુપના નૉટિફિકેશનને એક વર્ષ સુધી મ્યૂટ રાખી શકતા હતા. પરંતુ હવે આનાથી ઓલવેઝનો ઓપ્શન મળશે. આ ફિચર એ લોકો માટે ખાસ થઇ શકે છે જે કોઇ ગ્રુપમાં જોડાયેલા છે. ચેટ અને મેસેજ જોઇ શકો છો, અને મ્યૂટ હોવા પર દરેક મેસેજ આવતા જ યૂઝર્સને તેનુ નૉટિફિકેશન નથી આપવામાં આવતુ.

ખાસ વાત છે કે, હાલ આ ઓપ્શન વૉટ્સએપના બીટા વર્ઝન પર મળી રહ્યું છે, અને દરેક યૂઝર્સને સેટિંગ્સમાં નથી દેખાતુ. બીટા યૂઝર્સ પોતાની એપને પ્લે સ્ટૉર પર અપડેટ કરીને ઉપયોગ કરી શકો છો.