ટ્રમ્પ માટે ‘Howdy Modi’ જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે? જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવી રહ્યાં છે. હજી સુધી આ અંગે અધિકારીક તારીખો સામે આવી નથી. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે પણ ચૂંટણી છે જેમા ટ્રમ્પ પણ ઉમેદવાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ દરમિયાન રાજ્યનાં અમદાવાદમાં સપ્ટેમ્બરમાં હ્યૂસ્ટનમાં આયોજિત Howdy, modi જેવો કાર્યક્રમ સંબોધિત કરી
 
ટ્રમ્પ માટે ‘Howdy Modi’ જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે? જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવી રહ્યાં છે. હજી સુધી આ અંગે અધિકારીક તારીખો સામે આવી નથી. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે પણ ચૂંટણી છે જેમા ટ્રમ્પ પણ ઉમેદવાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ દરમિયાન રાજ્યનાં અમદાવાદમાં સપ્ટેમ્બરમાં હ્યૂસ્ટનમાં આયોજિત Howdy, modi જેવો કાર્યક્રમ સંબોધિત કરી શકે છે. નોંધનીય છે કે, હાઉડી મોદીને પીએમ મોદીએ સંબોધિત કર્યો હતો જેમા ભારે સંખ્યામાં ભારતીય-અમેરિકા સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મીડિયા રિપોર્ટ્સનાં અહેવાલ અનુસાર આ લગભગ ચોક્કસ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત ફેબ્રુઆરીમાં થશે. આ કાર્યક્રમના સંબંધિત લોકોએ કહ્યું કે, ટ્રમ્પ આ પ્રવાસ પર એકલા રહેશે, જેમાં તેઓ નવી દિલ્હી સિવાય ભારતના કોઇપણ એક શહેરની મુલાકાત લેશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રવાસ ત્રણ દિવસનો રહેશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નવી દિલ્હી ઉપરાંત ટ્રમ્પ જે પણ શહેરમાં જશે. ત્યાં તેઓ હ્યૂસ્ટનમાં આયોજિત ‘હાઉડી મોદી’ જેવો એક કાર્યક્રમનું આયોજન થશે. સંભાવના છે કે આ શહેર અમદાવાદ જ હશે. જોકે, આની હજી કોઇ ઓફિશીયલ જાહેરાત થઇ નથી. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજર રહેશે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતી મૂળનાં અમેરિકી નાગરિકો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે જેના કારણે પણ આ કાર્યક્રમનો ભાર વધારે હશે.