ડીસાના રસાણા ગામની મહીલાઓએ દારૂ બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં ડેરો માંડ્યો

અટલ સમાચાર, રામજી રાયગોર છેલ્લા કેટલાય સમયથી રસાણા ગામમાં ખુલેઆમ દેશી-વિદેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. જેના લીધે રસાણા ગામની મહીલાઓ તથા ગામલોકો પરેશાન થઈ ચુક્યા છે. વારંવાર પોલીસમાં રજુઆત કરવામાં આવી પરંતુ કોઈ ચોક્કસ પગલા ના ભરાતાં આજે રસાણા ગામની મહીલાઓ પુરુષો દ્વારા ગામમાં દારૂ બંઘ કરાવા માટે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવામાં
 
ડીસાના રસાણા ગામની મહીલાઓએ દારૂ બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં ડેરો માંડ્યો

અટલ સમાચાર, રામજી રાયગોર

છેલ્લા કેટલાય સમયથી રસાણા ગામમાં ખુલેઆમ દેશી-વિદેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. જેના લીધે રસાણા ગામની મહીલાઓ તથા ગામલોકો પરેશાન થઈ ચુક્યા છે. વારંવાર પોલીસમાં રજુઆત કરવામાં આવી પરંતુ કોઈ ચોક્કસ પગલા ના ભરાતાં આજે રસાણા ગામની મહીલાઓ પુરુષો દ્વારા ગામમાં દારૂ બંઘ કરાવા માટે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવામાં આવી હતી અને જો હવે તાલુકા પોલીસ દ્વારા દારૂનો વેપાર બંઘ કરાવામાં નહી આવે ત્યાં સુઘી તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ મહીલાઓ બેસી રહેશુ તેવુ મહીલાઓ દ્વારા જણાવ્યું હતું.

પોલીસ દ્વારા હપ્તા લયીને દારૂનો વેપારબઘ કરાવતા ના હોવાનો મહીલાઓએ આક્ષેપ કર્યા હતા. 200થી વઘુ મહીલાઓ ટ્રેક્ટરો ભરીને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા દોડી આવી હતી. જયારે દારૂડિયા તત્વો દારૂ પી મહીલાઓની પજવણી  કરતા હોવાનું પણ મહીલાઓએ જણાવ્યું હતું. ગામમાં ચાલતી દારૂની હાટડીઓ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે બંઘ કરાવામાં તેવી માગ સાથે રજુઆત કરવામાં આવી હતી. જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો જિલ્લા પોલીસ વડાને પણ રજુઆત કરવામાં આવશે.