બેદરકારી@ધાનેરાઃ માસ્ક વગર કામ કરે છે મજૂરો… ક્યાથી અટકશે કોરોના?

અટલ સમાચાર.ધાનેરા( અંકુર ત્રિવેદી) કોરોના વાયરસે દેશ સહિત ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોનાના દર્દીઓ કુદકેને ભુસકે વધી રહ્યા છે. જેને રોકવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરાય છે અને ગાઇડલાઇન પણ બહાર પાડી છે. જો કે કેટલીક જગ્યાએ ગાઇડલાઇનનો અમલ કરાતો ન હોવાનું જોવા મળી રહ્યુ છે. ધાનેરા ખાતે નવીન બની
 
બેદરકારી@ધાનેરાઃ માસ્ક વગર કામ કરે છે મજૂરો… ક્યાથી અટકશે કોરોના?

અટલ સમાચાર.ધાનેરા( અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસે દેશ સહિત ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોનાના દર્દીઓ કુદકેને ભુસકે વધી રહ્યા છે. જેને રોકવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરાય છે અને ગાઇડલાઇન પણ બહાર પાડી છે. જો કે કેટલીક જગ્યાએ ગાઇડલાઇનનો અમલ કરાતો ન હોવાનું જોવા મળી રહ્યુ છે. ધાનેરા ખાતે નવીન બની રહેલા ઓવરબ્રિજમાં સેફટી વગર અને માસ્ક વગર કામ કરતા મજૂરો નજરે પડી રહ્યા છે. એન્જિનિયરની હાજરીમાં કેન્દ્રની ગાઈડ લાઈનના ધજાગરા ઉડી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 

બેદરકારી@ધાનેરાઃ માસ્ક વગર કામ કરે છે મજૂરો… ક્યાથી અટકશે કોરોના?

ધાનેરામાં હાઇવે પર બની રહેલો ઓવરબ્રિજની કામગીરી ગોકળગતીએ થતા શહેરીજનોમાં અસંતોષ છે. ત્યારે પુલ ના નિર્માણમાં કામ કરતા મજૂરોને કોઈ સેફટી સાધનો આપેલા નથી. 20 ફૂટ કરતા ઉંચી હાઈટ પર કામ મજૂરો જીવના જોખમે કરી રહ્યાછે. કોરોના જેવી મહામારીને લઈ માસ્ક માટે કડક નિયમો અમલમાં હોવા છતાં એન્જિનિયર ની હાજરીમાં વગર માસ્કે મજૂરો ઉપર નીચે કામ કરી રહ્યા છે. જેનાથી કોરાના વાયરસનું સંક્રવણ ફેલાવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. સામાન્ય પ્રજા સાથે માસ્ક બાબતે કડક બનતું તંત્ર આ કોન્ટ્રાક્ટર સાથે કેમ નરમાઇ રાખતા લોકોમાં તર્કવિતર્ક ઉઠવા પામ્યા છે. સાથોસાથ સવાલ પણ ઉભા થઇ રહ્યા છે. 20 ફૂટની હાઈટ પર કામ કરતા મજૂરો જોડે કોઈ દુઘટના બનશે તો જવાબદારી કોણ લેશે ? કોન્ટ્રાક્ટર કેમ મજૂરોની સેફટી બાબતે બેજવાબદાર બની રહ્યા છે ? કેન્દ્ર સરકારની માસ્ક બાબતે ગાઈટલાઈન છે છતાં બેદરકાર કેમ ? શું મજૂરોને માસ્ક વગર કોરોના સંક્રમણનો ખતરો નથી ? વગર માસ્ક અને સેફટી વગર કામ કરાવતા કોંટકટર સામે પગલાં લેવામાં કેમ તંત્ર ખચકાય રહ્યું છે ? જાહેર રસ્તા પર માસ્ક અને સેફટી વગર કામ થતું હોવા છતાં તાલુકાના ઉચ્ચ અધિકારીઓ કેમ બની રહ્યા છે ? મૌન જે હોય તે પણ હાલ તો મજૂરો માટે સેફટી અને માસ્ક સાથે કામ કરાવવું તંત્ર એલેટ બને એ જરૂરી બન્યું છે.