વિશ્વ પર્યાવરણ દિવસઃ પર્યાવરણ અંગે બેદરકાર માનવી પૃથ્વીને નર્કમાં ધકેલી રહ્યો છે

અટલ સમાચાર, ડેસ્ક સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા.5મી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રકૃતિનું રક્ષણ કરવા જાગરૂકતા વધારવા માટે દરેક વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. દર વર્ષે આખા વિશ્વમાં 500 અરબ પ્લાસ્ટીક બેગોનો ઉપયોગ કરવામાં આવે આવે છે. દર વર્ષે
 
વિશ્વ પર્યાવરણ દિવસઃ પર્યાવરણ અંગે બેદરકાર માનવી પૃથ્વીને નર્કમાં ધકેલી રહ્યો છે

અટલ સમાચાર, ડેસ્ક

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા.5મી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રકૃતિનું રક્ષણ કરવા જાગરૂકતા વધારવા માટે દરેક વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. દર વર્ષે આખા વિશ્વમાં 500 અરબ પ્લાસ્ટીક બેગોનો ઉપયોગ કરવામાં આવે આવે છે. દર વર્ષે ઓછામાં ઓછા 8 મિલિયન ટન પ્લાસ્ટીક દરિયામાં પહોંચે છે. જે પ્રતિ મિનિટ એક કચરાના ભરાયેલા ટ્રક બરાબર છે.

વિશ્વ પર્યાવરણ દિવસઃ પર્યાવરણ અંગે બેદરકાર માનવી પૃથ્વીને નર્કમાં ધકેલી રહ્યો છે

માનવજાતે વૈશ્વિક પર્યાવરણને કરેલા નુકશાનની અસરો આજે તેના ગંભીર સ્વરૂપે દેખાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન સ્તરમાં ખવાણ, ઋતુચક્રમાં ફેરફાર, જળ જમીન અને હવાની બદતર બનેલી ગુણવત્તા એ તેના દ્રશ્યમાન લક્ષણો છે. આપણા દેશમાં પર્યાવરણ સંરક્ષણ અંગે અન્ય બાબતોની જેમ જ અપૂરતા પ્રચાર-પ્રસાર અને જાણકારીના અભાવે લોકો પર્યાવરણને તેમજ પોતાની જાતને પણ ગંભીર નુકશાન પહોંચાડે છે અને તેઓએ એ બાબતે જરાય સચેત પણ નથી.

સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ, સમાજ સેવકો, નેતાઓ, પર્યાવરણવિદો સૌનો પર્યાવરણને બચાવવાના કાર્યમાં સહકાર જરૂરી છે. સૌ સાથે મળીને પ્રયાસો કરીશું તો જ સારા પરિણામો મળશે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર દેખાડો નહી પણ પરિણામદાયક ઝુંબેશ બનશે.