યુવતિ@પાટણ: કોલેજથી ગુમ થયા બાદ 16 મહિને ઉત્તરાખંડથી મળી આવી

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજે જીલ્લામાંથી અપહરણ થયેલ તેમજ ગુમ થયેલને શોધી કાઢવા કરેલ સુચના આપી હતી. જે આધારે પાટણ એલ.સી.બી. પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી તથા પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ મીસીંગ સેલ પાટણ પોલીસ સ્ટાફના માણસો મીસીંગ સેલ લગતની કામગીરીમાં હતા. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો આ દરમ્યાન દરમ્યાન પો.સબ.ઇન્સ.
 
યુવતિ@પાટણ: કોલેજથી ગુમ થયા બાદ 16 મહિને ઉત્તરાખંડથી મળી આવી

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજે જીલ્લામાંથી અપહરણ થયેલ તેમજ ગુમ થયેલને શોધી કાઢવા કરેલ સુચના આપી હતી. જે આધારે પાટણ એલ.સી.બી. પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી તથા પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ મીસીંગ સેલ પાટણ પોલીસ સ્ટાફના માણસો મીસીંગ સેલ લગતની કામગીરીમાં હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ દરમ્યાન દરમ્યાન પો.સબ.ઇન્સ. કે.બી.દેસાઇને બાતમી હકીકત મળેલ કે, ગુમ થનાર ઠાકોર માયાબેન ડો/ઓફ વાલાભાઇ ચતુરભાઇ રહે.રાધનપુર મોટો ઠાકોરવાસતા.રાધનપુર વાળાઓ છેલ્લા ૧૬ માસ થી કોલેજ જવાનું કહી કયાંક ચાલ્યા ગયેલ અને શોધખોળ કરવા છતાં મળી આવ્યા નથી જે હાલ ઉત્તરાખંડામાં છે.

બાતમીને આધારે પોલીસે ઉતરાખંડ રાજ્યના રૂદ્રાપુર ખાતે જઇ પાટણ સાયબર સેલની મદદથી ગુમ થનારને સહી સલામત રાધનપુર લાવી આગળની તપાસ સારૂ રાધનપુર પોલીસ સ્ટેશનને સોંપી પ્રસંશનીય કામગીરી કરેલ છે.