ઝાટકો@વાવ: ખેડુતને 1.41 લાખનું લાઇટબિલ, મીટર ખામી કે વીજલોડ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) વાવ તાલુકાના ગામે ખેડુતને વીજ કંપનીએ 1.41 લાખનું લાઇટબિલ આપતા હડકંપ મચી ગયો છે. ખેડુતે વીજલોડ વધારાની અરજી આપ્યાના મહિનામાં ભારેખમ વીજબીલ જોઇ ચોંકી ગયા છે. વીજકંપનીએ અગાઉ હાથ ધરેલ ચેકિંગમાં બિનઅધિકૃત વીજ વપરાશ-ગેરરીતિ માલૂમ પડી હોઇ ખેડુતને વીજળી અધિનિયમ મુજબ લમસમ બીલ મોકલી આપ્યુ હોવાનું જણાવ્યુ છે. જોકે ખેડુતને મીટરની
 
ઝાટકો@વાવ: ખેડુતને 1.41 લાખનું લાઇટબિલ, મીટર ખામી કે વીજલોડ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ તાલુકાના ગામે ખેડુતને વીજ કંપનીએ 1.41 લાખનું લાઇટબિલ આપતા હડકંપ મચી ગયો છે. ખેડુતે વીજલોડ વધારાની અરજી આપ્યાના મહિનામાં ભારેખમ વીજબીલ જોઇ ચોંકી ગયા છે. વીજકંપનીએ અગાઉ હાથ ધરેલ ચેકિંગમાં બિનઅધિકૃત વીજ વપરાશ-ગેરરીતિ માલૂમ પડી હોઇ ખેડુતને વીજળી અધિનિયમ મુજબ લમસમ બીલ મોકલી આપ્યુ હોવાનું જણાવ્યુ છે. જોકે ખેડુતને મીટરની ખામીને કારણે વધારે પડતુ બિલ આવ્યુ હોવાની વાત સામે આવતા અનેક મામલો ગંભીર બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઝાટકો@વાવ: ખેડુતને 1.41 લાખનું લાઇટબિલ, મીટર ખામી કે વીજલોડ

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના બિયોક ગામના ખેડુત ઠાકોર બળવંતજી રામાજીને વીજ કંપનીએ અધધધ… 1.41 લાખનું બિલ આપતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે બિલની નોટિસ મળ્યેથી સાત દિવસની અંદર ભરપાઇ કરશો તો આગળની કાર્યવાહીમાંથી મુક્ત થઇ શકશો તેવી સુચના પણ આપી છે. વિગતો મેળવતા સામે આવ્યુ કે, યુજીવીસીએલ દ્રારા અગાઉ ખેતીવાડીના ગ્રાહકોના મીટર ચકાસવામાં આવ્યા હતા. જેમાં બળવંતજીનું મીટર વધુ વીજ લોડ લેતુ હોવાનું સામે આવ્યુ હતુ. આથી ખેડુતે મીટર ચેક કરી વીજલોડ વધારો જરૂર હોય તો મંજૂર કરવા અરજી કરી હતી.

ઝાટકો@વાવ: ખેડુતને 1.41 લાખનું લાઇટબિલ, મીટર ખામી કે વીજલોડ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડુતની અરજીના બીજા જ મહિને વીજકંપનીએ વીજળી અધિનિયમ 2003ની કલમ 126 હેઠળ પુરવળી બિલ આપી દીધુ છે. જેમાં રૂ. 1,41,133.33નું કામચલાઉ બિલ વિગતવાર ગણતરી તથા અન્ય વિગતોના પ્રફોર્મ સાથે સામેલ કરી મોકલી આપ્યુ હતુ. જેમાં સદર બિલના નાણાંની નોટિસ મળ્યેથી સાત દિવસની અંદર રકમ ભરપાઇ કરવા પણ આદેશ કર્યો હતો. બિલની રકમ જોઇ ખેડુત ચોંકી ગયા હોઇ મીટરની ખામીને કારણે વગર વાંકે દંડ થયો હોવાનું જણાવ્યુ છે.

ઝાટકો@વાવ: ખેડુતને 1.41 લાખનું લાઇટબિલ, મીટર ખામી કે વીજલોડ