આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર બાદ લોકસભા ચૂંટણી માટે ભાજપને તૈયારીઓ શરુ કરી દીધી છે.જેના ભાગરુપે ભાજપા મહિલા મોરચાને વધારે એક્ટિવ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આ માટે ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર ખાતે 21 થી 22 ડિસેમ્બર દરમિયાન ભાજપના મહિલા મોરચાનુ રાષ્ટ્રિય અધિવેશન યોજાશે.જેના સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદી પોતે હાજર રહેશે.

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે પીએમ મોદી સવારે ગાંધીનગર આવી પહોંચે તેવી સંભાવના છે.ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમજ સીએમ સહિતના મંત્રી મંડળ સાથે તેઓ બેઠક યોજી શકે છે અને એ પછી સાંજે અધિવેશનના સમાપન સમારોહમાં હાજરી આપીને લોકસભાના પ્રચાર માટે મહિલાઓને માર્ગદર્શન આપશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code