આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

કાયદાની સમજ

વર્ષ 2018 દરમિયાન કેટલાય મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી આપી છે. આજે અમે તમને વર્ષ દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલ મહત્વના એવા ચુકાદાઓથી વાકેફ કરાવીશું જે વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યા અને તેનું મહત્વ પણ ખાસ્સું એવું હોય. સુપ્રીમ કોર્ટે સબરીમાલા, લિવ-ઈન, આડા સંબંધ વગેરે જેવા કેસ પર મહ્તવનો ચૂકાદો આપ્યો હતો, અહીં જાણો સમગ્ર વિગત

લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલા પણ ભરણપોષણ ભથ્થું માંગી શકે છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહેલી મહિલા ઘરેલુ હિંસા કાનૂન હેઠળ ભરણપોષણ ભથ્થા માટે અદાલત જઈ શકે છે. ઉચ્ચતમ ન્યાયાલય ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ હિંસામાં ફક્ત શારીરિક અને માનસિક જ નહીં પરંતુ આર્થિક પ્રતાડન માટે પણ મહિલા કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. કાનૂન હેઠળ ફક્ત પરિણીત મહિલા જ નહીં પરંતુ લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલા પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે 8 વર્ષ જુના કેસમાં આ નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજા

કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. મહત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને હટાવી દીધો છે. આ મામલામાં દાખલ કરેલ અરજી પર સુનાવણી દરમિયાન મહિલાઓની પ્રવેશબંધીને ખોટી ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સબરીમાલા મંદિરમાં પ્રવેશથી મહિલાઓને વંચિત રાખવી એ ગેરબંધારણીય છે. અગાઉ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર કેસમાં પોતાનો ફેસલો સુરક્ષિત રાખીલીધો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવિલ્કર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની પાંચ જજની બેંચે આ મામલે પોતાનો ફેસલો સંભળાવ્યો છે.

એડલ્ટરી’ પર સુપ્રીમ ફેસલો તમામ ધર્મો પર લાગુ થશે, પણ લગ્નના ધાર્મિક કાયદા રહેશે અલગ

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેસલો સંભળાવતા 158 વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી રદ કરી દીધી. આ કલમ અંતર્ગત એડલ્ટરી એટલે કે વ્યાભિચારને ગુનો માનવામાં આવ્યો હતો. જો કે કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે વ્યાભિચાર તલાક માટે જવાબદાર હોય શકે છે પણ તે અપરાધ નથી. ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના સાથી (પતિ કે પત્ની)ના વ્યાભિચારને કારણે આપઘાત કરે છે અને તે અંગે પૂરતા પુરાવા મળે તો લગ્નેતર સંબંધ બાંધનાર વ્યક્તિને આત્મહત્યા માટે દુષ્પ્રેષણ કર્યાનો જવાબદાર માનવામાં આવી શકે છે. હવે વૈવાહિક પક્ષની વાત કરીએ તો દેશમાં દરેક ધર્મના પોતાના અલગ વૈવાહિક કાયદા છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે કોર્ટની કાર્યવાહી લાઈવ થશે

રાષ્ટ્રીય મહત્વના મામલામાં અદાલતની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ પર સુપ્રીમકોર્ટના ત્રણ જજોની બેન્ચ ઘ્વારા બુધવારે નિર્ણય સંભળાવવામાં આવ્યો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ ઘ્વારા કોર્ટની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગને પરમિશન આપતા જણાવવામાં આવ્યું કે તેની શરૂઆત સુપ્રિમકોર્ટથી થશે. તેના માટે નિયમોનું પાલન કરવામાં આવશે. કોર્ટની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ ન્યાય વ્યવસ્થામાં જવાબદેહી લઈને આવશે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અદાલતી કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ ઘ્વારા પારદર્શિતા વધશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code