અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ખાનગીકરની પ્રક્રિયા ફેબ્રુઆરી 2019 સુધીમાં પૂરી કરી દેવામાં આવે તેવી સંભાવના છે. દિલ્હી, મુંબઇ એરપોર્ટની જેમ અમદવાદા એપરોટ્નું પણ પબ્લિક પ્રાઇવેટ- પાર્ટનરશીપ ધોરણે ખાનગીકરણ કરવામાં આવશે તેવો આ મહિનાના પ્રારંભે જ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને જયપુર એરપોર્ટનું સંચાલન અને મેઈન્ટેનન્સની કામગીરી ખાનગી કંપનીને સોંપવાના એરપોર્ટ
 
અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ

અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ખાનગીકરની પ્રક્રિયા ફેબ્રુઆરી 2019 સુધીમાં પૂરી કરી દેવામાં આવે તેવી સંભાવના છે. દિલ્હી, મુંબઇ એરપોર્ટની જેમ અમદવાદા એપરોટ્નું પણ પબ્લિક પ્રાઇવેટ- પાર્ટનરશીપ ધોરણે ખાનગીકરણ કરવામાં આવશે તેવો આ મહિનાના પ્રારંભે જ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને જયપુર એરપોર્ટનું સંચાલન અને મેઈન્ટેનન્સની કામગીરી ખાનગી કંપનીને સોંપવાના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બે વારના નિષ્ફળ પ્રયત્ન બાદ ફરી એકવાર ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરી છે.

ફેબ્રુઆરી 2019 સુધીમાં ખાનગીકરણની પ્રક્રિયા પૂરી થઇ જશે

એરપોર્ટ ઓથોરિયી ઓફ ઇન્ડિયાનું માનવું છે કે દિલ્હી, મુંબઇ એરપોર્ટના મોડેલ જેમ ખાનગીકરણ કરવામાં આવશે. વધુ કંપનીઓ રસ દર્શાવશે. 10 ડિસેમ્બર સુધીમાં એરપોર્ટના ખાનગીકરનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી-2019 સુધી ખાનગીકરની પ્રક્રિયા પૂરી થઇ જશે. તેવો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આશાવાદ સેવ્યો છે. આ વખતે અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલુરુ, થિરૂવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટનું સંચાલન પીપીપી ધોરણે દિલ્હી અને મુંબઈ એરપોર્ટના મોડેલ મુજબ ખાનગી કંપનીને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- ‘ભકતો’ ભૂંડા લાગ્યા ! : શકરસિંહના શાસનમાં અમદાવાદ એરપોર્ટનું નામકરણ ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ કરાયું હતું

અમદાવાદ સહિત 6 એરપોર્ટનું નિયંત્રણ 30 વર્ષ માટે ખાનગી કંપનીને સોંપવામાં આવી શકે છે

અમદાવાદ સહિત 6 એરપોર્ટનું નિયંત્રણ 30 વર્ષ માટે ખાનગી કંપનીને સોંપવામાં આવી શકે છે. ખાનગીકરણ થયા બાદ એરપોર્ટમાં ખાનગી કંપનીનો75 ટકા અને એરપોર્ટ ઓછોરિટી ઓફ ઇન્ડિયાનો 25 ટકા હિસ્સો રહેશે. રેવેન્યુ શેરિંગ મોડેલને આધારે એરપોર્ટનું બિડિંગ કરવામાં આવશે. જેમાં બીડ રજૂ કરનારાએ નક્કી કરેલી ચોખ્ખી આવક એરપોર્ટ ઓછોરિટી ઓફ ઇન્ડિયાને આપવાની રહેશે. જે પણ સૌથી વધુ ફી રજૂ કરશે તેને એરપોર્ટનો હવાલો સોંપવામાં આવશે.
2013ના વર્ષથી અમદાવાદ એરપોર્ટના ખાનગીકરની પ્રક્રિયા શરૂ કરાઇ હતી.

2016માં અમદાવાદ સહિત 6 એરપોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા

2013ના વર્ષથી અમદાવાદ એરપોર્ટના ખાનગીકરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ દર વખતે ખાનગીકરા પ્રોજેક્ટને ગ્રહણ લાગતું આવ્યું છે. વિદેશની કંપની પણ એરપોર્ટના ખાનગીકરણ માટે રસ દર્શાવે તેના માટે એરપોર્ટ ઓથોરિટી ઓ ફ ઇન્ડિયા દ્વારા પ્રયાસ કરવામાં આવશે. જ્યારે 2016માં અમદાવાદ સહિત 6 એરપોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જોકે યુનિયન અને કર્મચારીઓના વિરોધ બાદ આ પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી.