આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

વડોદરા ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિતલ સરૈયા મંગળવારે બપોરે કારેલીબાગ વિસ્તારની ખાનગી બેંક પાસેથી રહસ્યમય રીતે ગુમથઇ ગયા હતા.

વડોદરા ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિતલ સરૈયા મંગળવારે બપોરે કારેલીબાગ વિસ્તારની ખાનગી બેંક પાસેથી રહસ્યમય રીતે ગુમથઇ ગયા હતા. અમેરિકાથી થોડા દિવસ માટે ગુજરાતમાં આવેલા મિતલ સરૈયા રહસ્યમય રીતે ગુમ થતાં પરિજનો કારેલીબાગ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમેરિકામાં સ્થાયી થયેલાં 51 વર્ષીય મિતલ સરૈયા ભૂતકાળમાં વડોદરા વતી ક્રિકેટ રમતા હતા. એક સમયે બીસીએની રણજી ટીમના સંભવીત ખેલાડી પણ હતાં. લગભગ એક દાયકા બાદ ગત સોમવારે મિતલભાઇ અમેરિકાથી ખાસ હોસ્પિટલમાં ધાખલ તેમના કાકાની ખબર કાઢવા માટે આવ્યા હતા.

થોડા દિવસો માટે આવેલા મિતલ સરૈયા કારેલીબાગ વિસ્તારની મુક્તાનંદ સોસાયટીમાં હતાં. મંગળવારે બપોરે તેઓ આમ્રપાલી કોમ્પ્લેક્સ સ્થિતિ ખાનગી બેન્કમાં કામ માટે ગયાં હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code