આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

પોસ્ટનો રસપ્રદ હિસ્સો ત્યારે આવે છે, જ્યારે તે પોતાના સૌથી અઘરા કેસની વાત કરે છે.

આ દેશની પહેલી પ્રાઈવેટ મહિલા જાસૂસ માનવામાં આવે છે. જેણે લગભગ 80 હજાર કેસ ઉકેલી કાઢ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રજની પંડિતની. રજની પંડિત ખુદને દેશી શર્લાક હોમ્સ ગણાવે છે. રજનીનો જન્મ મહારાષ્ટ્રના થાણેમાં થયો હતો. તેમના પિતા સીઆઈડીમાં હતા.

હાલમાં જ રજની પંડિતે હ્યૂમંસ ઓફ બોમ્બેના ફેસબૂક પેજ પર એક પોસ્ટના માધ્યમથી પોતાના સૌથી અઘરા કેસ વિશે જણાવ્યું છે. તેમણે એ પણ યાદ કર્યું કે, પોતાની કરિયર કેવી રીતે શરૂ કર્યું અને એક મહિલા જાસૂસ હોવા પર કેવા પ્રકારના પડકારનો સામનો કર્યો. 23 કલાક પહેલા પોસ્ટ કરવામાં આવેલા આ સ્ટેટસ પર 17 હજારથી વધારે લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ પોસ્ટ પર 650થી વધારે કોમેન્ટ છે અને 1360થી વધારે લોકોએ તેને શેર કરી છે.

તેમણે ખુદને દેશી શર્લાકના રૂપમાં વર્ણિત કરી છે. તેમણે પોતાની વાત 22 વર્ષની ઉંમરમાં પોતાના પહેલા કેસથી શરૂ કરી છે, અને જણાવ્યું છે કે, ત્યારબાદ કેવા પ્રકારે તેમની પ્રસિદ્ધી વધી.

પોસ્ટનો રસપ્રદ હિસ્સો ત્યારે આવે છે, જ્યારે તે પોતાના સૌથી અઘરા કેસની વાત કરે છે. તેમણે આ પોસ્ટમાં જણાવ્યું છે કે, એક ડબલ મર્ડર કેસને સોલ્વ કરવા માટે તેમણે નોકરાની બનવું પડ્યું હતું. તે 6 મહિના સુધી તે મહિલાના ત્યાં નોકરાણી બનીને રહી, જેના પર હત્યાની શંકા હતી.

પોસ્ટમાં રજનીએ જણાવ્યું કે, એક વખત બિલકુલ શાંતી હતી, આ દરમ્યાન મારા રેકોર્ડરમાં ક્લિકનો અવાજ આવી ગયો. ત્યારબાદ તે મારા પર શક કરવા લાગી અને મને બહાર જતા રોકવા લાગી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, કેવી રીતે આ કેસ ઉકેલ્યો હતો.

પોતાની પોસ્ટના અંતમાં પંડિતે લખ્યું છે કે, હું અત્યાર સુધીમાં લગભગ 80000 કેસ ઉકેલી ચુકી છું. હું બે પુસ્તક લખી ચુકી છું, કેટલાએ પુરસ્કાર જીતી ચુકી છું અને જે સમાચાર ચેનલો દ્વારા દેખાડવામાં આવી રહ્યા છે, પરંતુ સૌથી વધારે હું દેશી છુ, દેશી શર્લાક.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code