આ વર્ષે જાણીતા કયા અભિનેતા થયા #MeToo નો શિકાર, ચુકવવી પડી મોટી કિંમત

અટલ સમાચાર, ડેસ્ક આ વર્ષ અનેક બોલીવુડ કલાકરો માટે ખૂબ જ ખાસ રહ્યુ છે તો બીજી બાજુ કેટલાક અભિનેતાઓ પર ભારે રહ્યુ છે. 2018માં અનેક કલાકારને સહયોગી અભિનેત્રીના યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરવો પડ્યો છે. MeToo અભિયાન હેઠળ આ વર્ષે બોલીવુડના અનેક દિગ્ગજોનુ નામ સામે આવ્યુ. જેથી આ કલાકારોને મોટુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. 1. નાના
 
આ વર્ષે જાણીતા કયા અભિનેતા થયા #MeToo નો શિકાર, ચુકવવી પડી મોટી કિંમત

અટલ સમાચાર, ડેસ્ક

આ વર્ષ અનેક બોલીવુડ કલાકરો માટે ખૂબ જ ખાસ રહ્યુ છે તો બીજી બાજુ કેટલાક અભિનેતાઓ પર ભારે રહ્યુ છે. 2018માં અનેક કલાકારને સહયોગી અભિનેત્રીના યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરવો પડ્યો છે. MeToo અભિયાન હેઠળ આ વર્ષે બોલીવુડના અનેક દિગ્ગજોનુ  નામ સામે આવ્યુ. જેથી આ કલાકારોને મોટુ નુકશાન ઉઠાવવુ પડ્યુ.

1. નાના પાટેકર – બોલીવુડમાં સૌથી પહેલા MeToo અભિયાનના શિકાર નાના પાટેકર થયા. આ અભિયાન દ્વારા એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તનુશ્રના આ ખુલાસા પછી બોલીવુડમાં હલચલ મચી ગઈ. તનુશ્રીએ 10 વર્ષ જૂનો મુદ્દો ઉછાળ્યો. તનુશ્રીએ કહ્યુ કે હોર્ન ઓકે મુવીની શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેમની સાથે અભદ્ર વ્યવ્હાર કર્યો હતો
2. વિકાસ બહલ – ફિલ્મ નિર્માતા નિર્દેશક વિકાસ બહલ પર પણ તેમના પ્રોડ્કશન હાઉસમાં કામ કરનારી મહિલાએ MeToo કૈપેન દ્વારા તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અભિનેત્રી કંગના રાણાવતે પણ વિકાસ બહલ પર ગંભીર આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે આગામી ફિલ્મ સુપર 30ના ડાયરેક્ટર વિકાસ બહલ છે.
3. આલોકનાથ – સંસ્કારી બાબૂના નામથી જાણીતા આલોકનાથ પર રાઈટર અને પ્રોડ્યૂસર વિંતા નંદાએ રેપનો આરોપ લગાવ્યો. વિંતાએ જણાવ્યુ કે આલોક નાથે તેમને ખૂબ દારૂ પીવડાવી અને પછી તેમનો રેપ કર્યો હતો. આ મામલો 19 વર્ષ જૂનો હતો.  આ મામલે આલોકનાથએ વિંતા નંદા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધીને એક રૂપિયાનુ વળતર માંગ્યુ.
4.સાજિદ ખાન – જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર લગભગ ચાર મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો. એટલુ જ નહી બોલીવુડ અભિનેત્રી એક્ટ્રેસ બિપાશા બસુએ પણ સાજિદ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેયર કર્યો. બિપાશાએ જણાવ્યુ હતુ કે કેવી રીતે સાજિદ શૂટિંગ દરમિયાન સેટ પર ગંદા જોક્સ સંભળાવતા હતા અને દુર્વ્યવ્હાર કરતા હતા.
5. ચેતન ભગત – જાણીતા લેખક ચેતન ભગત પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવતા વાતચીતનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જ્યારબાદ દરેક બાજુ ચેતન ભગતની ચર્ચા થઈ. ચેતન ભગતે એ મહિલાની માફી માંગી લીધી છે. તેમણે સ્ક્રીનશૉટનો ઉલ્લેખ કરતા કહ્યુ ફેસબુક પર લખ્યુ કે આ ઘટના માટે ઘણુ દુખ છે. હુ માફી માંગુ છુ. આ સ્ક્રીનશૉટ અનેક વર્ષ જૂનો છે. ચેતન ભગતે એ મહિલા સાથે સાથે પોતાની પત્ની અનુષા પાસે માફી માંગી હતી.
અન્ય નામ – આ બધા કલાકારો ઉપરાંત બોલીવુડ અભિનેત્રીઓ અને મહિલાઓએ બોલીવુડના અન્ય કલાકારો પર પણ આ વર્ષે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો.  જાણીતા ગાયક અનુમલિક, અભિનેતા રજત કપૂર, ગાયક કૈલાશ ખૈર સહિત ડાયરેક્ટર લવ રંજન અને ટીવી અભિનેતા રોહિત રોય પણ વર્ષ 2018માં મહિલાઓ દ્વારા યૌન ઉત્પીડનના આરોપોથી ઘેરાઇ ચૂક્યા છે.