કાંકરેજમાં કોગ્રેસપક્ષમાં ગાબડુઃ 150 કાર્યકરો ભાજપમાં જોડાયા
અટલ સમાચાર, કાંકરેજ બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકામાં આજે ઇન્દ્રુમણા ગામે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ના વડપણ હેઠળ કોગ્રેસ ના 150 જેટલા કાર્યકરો ભાજપ માં જોડાયા હતા. ભાજપમાં જવા અંગે જણાવ્યું કે તાલુકામાં લોકો પરેશાની ભોગવી રહ્યા હોવાથી આમતેમ ફરી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી ઇન્દ્રુમણા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં ભગવો ખેસ
Jan 30, 2019, 16:47 IST

અટલ સમાચાર, કાંકરેજ
બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકામાં આજે ઇન્દ્રુમણા ગામે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ના વડપણ હેઠળ કોગ્રેસ ના 150 જેટલા કાર્યકરો ભાજપ માં જોડાયા હતા. ભાજપમાં જવા અંગે જણાવ્યું કે તાલુકામાં લોકો પરેશાની ભોગવી રહ્યા હોવાથી આમતેમ ફરી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી ઇન્દ્રુમણા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં ભગવો ખેસ ધારણ કર્યો છે. આગેવાન ઠાકોર સુબાજી ડાયાજી, સોમાજી ખેતાજી, જયતિજી પુજાજી, સંગ્રામજી ચેલાજી, વિનાજી ગણાજી, રમેશજી અમરાજી, તલાજી ભીખાજી, જિલ્લા પંચાયતના સદસ્ય બાલાજી ડાયાજીના ભાઈ સુબાજી ડાયાજી પણ પોતાના ટેકેદારો સાથે ભાજપમાં ભળી જતા કાંકરેજ તાલુકા કોગ્રેસમાં જોરદાર ભૂકંપ થયો છે.