ખેડૂતોની લાઈનો
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

”જગતના તાતની હૈયાવરાળ, સ્થાનીક નેતાગીરીનુ કાંઈ ઉપજતુ નથી”

કાંકરેજ તાલુકાના ખેડૂતો ભારે પરેસાન બન્યા છે. 8.અ.7.12ના ઉતારા લેવા માટે લાંબી લાઈનો લાગી જતાં ઉહાપોહ મચી ગયો હતો. સરકારની ઈ-ગ્રામ યોજનાઓના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. માંયકાંગલુતંત્ર ક્યારે જાગશે તેવો રોષ સ્થાનીક ખેડૂતોમાં જોવા મળ્યો હતો.
કાંકરેજ તાલુકાના ગામડાની ગામ પંચાયતોમાં ઉતારા નીકળતા ન હોવાથી ખેડૂતોને તાલુકા મથકના ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી ચેખલા ગામના ખેડૂતોએ મિડીયા સમક્ષ જણાવ્યું હતુ કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ તંત્રના પેટનુ પાણી હલતું નથી. ખેડૂતોનો ગુસ્સો તંત્રથી જ સીમિત રહ્યો ન હતો. તેમણે કાંકરેજ તાલુકાની નબળી નેતાગીરી સામે જ સવાલો ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code