કાંકેરજના શબલોચપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Fri, 18 Jan 2019

અટલ સમાચાર,કાંકરેજ
કાંકેરજના શબલોચપુર ગામે આજે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ મહામંત્રી ભારતસિહ ભટેસરીયા, મામલતદાર કાંકરેજ સજ્જનસિહ ચૌહાણ,તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ,આરોગ્ય સ્ટાફ સરકારના તમામ વિભાગોના મિત્રો હાજર રહયા હતા. આ સાથે ભારતસિહે જણાવ્યુ હતુ કે,સરકારના સેવાસેતુ કાર્યક્રમ થકી ગામડાંના માણસોને તાલુકા મથકે જવું નથી પડતું પરંતુ સરકાર તમારા દ્રારે આવે છે. આ સેવાસેતુ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમનો લાભ લીધો હતો.