ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામે પીવાનું પાણી છ છ દિવસ ન મળતાં ગ્રામજનો લાચાર

ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામે પીવાનું પાણી છ છ દિવસ ન મળતાં ગ્રામ જનો તરસે મરવા નો વારો આવ્યો છે ખેડબ્રહ્મા તાલુકામાં ધરોઈ ડેમ ને અડી ને આવેલું ગામ ઊંચી ધનાલ જ્યાં આજે પણ લોકો પીવાના પાણી માટે પ્રજા વલખા મારે છે જેમણે જેમણે પોતાના કાળજા ના કટકા જેવી જમીન ધરોઈ ડેમ બાંધવા માટે
 
ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામે પીવાનું પાણી છ છ દિવસ ન મળતાં ગ્રામજનો  લાચાર

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામે પીવાનું પાણી છ છ દિવસ ન મળતાં ગ્રામ જનો તરસે મરવા નો વારો આવ્યો છે

ખેડબ્રહ્મા તાલુકામાં ધરોઈ ડેમ ને અડી ને આવેલું ગામ ઊંચી ધનાલ જ્યાં આજે પણ લોકો પીવાના પાણી માટે પ્રજા વલખા મારે છે જેમણે જેમણે પોતાના કાળજા ના કટકા જેવી જમીન ધરોઈ ડેમ બાંધવા માટે પટ મા જતી કરી છે ગ્રામ જનોને પોતાની જમીન ની મોટી આહુતિ આપી છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આ ગામ માં પાણી ની સુવીધા થી વંચિત છે તાલુકા લેવલે મોટી વસ્તી ધરાવતું આ ગામ છે જ્યાં મોટાં ભાગનાં પરિવાર ખેતી અને દુધાળા ઢોરો પર નભે છે આજે આ ગામ ની પર્જા ને છ છ દિવસ પાણી મળતું નથી અને જે ગામ ધરોઈ ડેમ થી બીલકુલ નજીક છેવાડે અડીને આવેલું છે કહેવાય છે કે દિવા તળે અંધારું એ કથા અહીંયા સાર્થક થતી દેખાઇ રહી છે આ બાબતે પાણી પુરવઠા અધીકારી ને પુછતાં એમણે એવું જણાવ્યું કે હાલમાં જુથ યોજના નું પાણી આપીએ છીએ અને હાલમાં વરસાદ ઓછો થયો છે તેને લઇ ને કુવા ના તળ નીચાં ગયેલ છે અને ગામમાં આવેલ કૂવો જેમાં ગારણ કાઢી સાફ કરાવી ને પુરતું રેગ્યુલર પાણી મળસે તેવું જણાવ્યું હતું