ખેડૂતો આત્મહત્યા કરી રહયા છે તો ભાજપ વિજય ઉત્સવ મનાવે છે : હાર્દિક પટેલ
ખેડૂતો આત્મહત્યા કરી રહયા છે તો ભાજપ વિજય ઉત્સવ મનાવે છે : હાર્દિક પટેલ

અટલ સમાચાર,અમરેલી

અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલની ખેડૂત વેદના પદયાત્રાનું સમાપન

છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લામાં ચાલી રહેલી ખેડૂત વેદના પદયાત્રા ખેડૂત દિવસના અવસર પર સમાપન થઈ. યાત્રાના સમાપન દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા.ખેડૂતોની હાજરી એ અમારી લડાઈ ને નવું જોમ આપ્યું છે.આજે જે રીતે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે,દુઃખી થઈ રહ્યો છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી વિજય ઉત્સવ મનાવી રહી છે.પક્ષપલ્ટુ ચાલે,સત્ત્।ાનો કથિત દુરુપયોગ ચાલે,ખેડૂતોની આત્મહત્યાઓ ચાલે,ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો ન મળે તે પણ ચાલે,નોટબંધીની હેરાનગતિ ચાલે- ટૂંકમાં અનીતિ,અણદ્યડતા અને ભ્રષ્ટાચાર એ આપણી પ્રજાને કોઠે પડી ગઈ છે.અમુક આગળ વધી ગયેલાઓને પોતાના કામ નીકળતા હોય એટલે નેતાઓની દલાલી કરવી ફાવી ગઈ છે પરંતુ ગરીબ ખેડૂત રોજ રોજ પીસાઈ રહ્યો છે