આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

આજે બુધવારે ગાંધીનગર સચિવાલ પાસે દીપડાના પગલા દેખાતા તંત્ર દોડતું થયું હતું. સાથે સાથે વન વિભાગ પણ સક્રિય થઇ ગયું હતું.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં દીપડાનો આતંક હજી યથાવત્ છે અને તેને પકડવા માટે અન્ય જૂનાગઢ અને અન્ય જિલ્લાના વનકર્મચારીઓ બોલાવવામાં આવ્યા છે. ત્યારે દીપડાનો આતંક ગુજરાતના પાટનગર ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. આજે બુધવારે ગાંધીનગર સચિવાલ પાસે દીપડાના પગલા દેખાતા તંત્ર દોડતું થયું હતું. સાથે સાથે વન વિભાગ પણ સક્રિય થઇ ગયું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સચિવાલય પાસે આવેલા પુનિતવન અને નર્મદા ઘાટ પાસે દીપડાના પગલા દેખાયા હતા. જેની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું સાથે સાથે વન વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા સચિવાલય પાસે દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા હતા. દીપડાના પગલા દેખાયાના જગ્યાની આજુબાજુ બે પાંજરા મુકીને દીપડાને પકડવાની કવાયત હાથધરવામાં આવી છે.

વનવિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરમાં કોઇ દીપડો દેખાયો નથી અને બીજી તરફ મૂકવામાં આવેલા પીંજરા હટાવી લેવામાં આવ્યા છે. આમ વન વિભાગ દ્વારા બે તરફી વલણને જોતા તેમનીકામગીરી ઉપર મોટા પ્રશ્નો ઊભા થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગાંધીનગરમાં દીપડો આવી ચડ્યો હતો. જે સીસીટીવીમાં કેદ થયો હતો અને વન વિભાગ દ્વારા તેને પકડવામાં આવ્યો હતો. હવે ફરીએક વાર સચિવાલય પાસે દીપડાના પગલાં દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં આવેલા દાહોદના દેવગઢબારીયા તાલુકાના ધાનપુરમાં છેલ્લા 6-7 દિવસથી દીપડો જંગલ વિસ્તાર છોડી માનવ વસ્તીમાં ફરી રહ્યો છે. આ દીપડો આદમખોર બની ગયો છે, જેણે 6 દિવસમાં અત્યાર સુધીમાં પાંચ લોકો પર હુમલો કર્યો છે, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકી અને મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આદમખોર દીપડાને ઝડપી પાડવા 150 જેટલા વનવિભાગ કર્મીઓ દિવસ રાત ખડે પગે કામે લાગ્યા છે. દીપડાને પકડવા માટે સાત પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ દીપડો હજુ પકડથી બહાર છે. આજુ બાજુના તમામ ગામના લોકો ડર અને દહેશતમાં જીવી રહ્યા છે, સાંજ પછી ઘરમાંથી બહાર નીકળવું પણ લોકો ટાળી રહ્યા છે

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code