ગોઝારિયા કેળવણી મંડળનો અષ્ટદશાબ્દી મહોત્સવ શનિવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે
અટલ સમાચાર,મહેસાણા ગોઝારીયા કેળવણી મંડળ છેલ્લા ૮૦ વર્ષથી શિક્ષણની જ્યોત જલાવી રહી છે. ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા ૮૧ મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અષ્ટદશાબ્દી મહોત્સવ ૨૯ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવી રહ્યો છે. વિવિધ શૈક્ષણિક એકમોની માતૃસંસ્થાએ તેના વિકાસના ૮૦ વર્ષ પુર્ણ કરેલ છે. જે અંતર્ગત અષ્ટ દશાબ્દી મહોત્સવનો પ્રારંભ ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ને શનિવારે સવારે
Dec 28, 2018, 18:20 IST

અટલ સમાચાર,મહેસાણા
ગોઝારીયા કેળવણી મંડળ છેલ્લા ૮૦ વર્ષથી શિક્ષણની જ્યોત જલાવી રહી છે. ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા ૮૧ મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અષ્ટદશાબ્દી મહોત્સવ ૨૯ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવી રહ્યો છે. વિવિધ શૈક્ષણિક એકમોની માતૃસંસ્થાએ તેના વિકાસના ૮૦ વર્ષ પુર્ણ કરેલ છે. જે અંતર્ગત અષ્ટ દશાબ્દી મહોત્સવનો પ્રારંભ ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ને શનિવારે સવારે ૦૯-૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર છે.
અષ્ટદશાબ્દી મહોત્સવમાં ઉદ્ધાટન અને દાતા-સન્માન સમારંભ,ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન,શિક્ષક સન્માન સમારંભ અને વાલી સંમેલનનો કાર્યક્રમ યોજાનાર છે.