છેલ્લા કેટલાએ સમયથી માંગ કરી રહેલા મોરબી સીરામીક ઉદ્યોગોની માંગ પુરી કરવામાં આવી રહી છે. મોરબી સિરામીક ઉદ્યોગો માટે રાહતના સામાચાર મળી રહ્યા છે. ગુજરાત ગેસ કંપની તરફથી મળતા ગેસના વધારાનો હિસાબ રોજે રોજ નહી પરંતુ મહિને કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીની સીરામીક કંપનીઓ જે પોતાની કંપનીમાં ગેસ એગ્રીમેન્ટના આધારે ગેસ મેળવી રહી છે તેવી કંપનીઓને આનો સીધો ફાયદો થશે. ગુજરાત ગેસ કંપની હવે ગેસના વધારાનો રોજે રોજ નહી પરંતુ મહિને હિસાબ કરશે.

ગુજરાત ગેસ કંપની દ્વારા આ નિર્ણય લેવાથી પ્લાન્ટ મેન્ટેનન્સ માટે નોટીસ પીરિયડનો સમય ઘટશે. જે હવે 30 દિવસથી ઘટાડી સાત દિવસ કરવામાં આવશે. સીરામિક કંપનીઓને પહેલા વિલંબિત ચુકવણી પર 24 ટકા ચુકવવા પડતા હતા, જે હવે 18 ટકા જ લાગશે.

ઉલ્લેખનીય છે કે, મોરબી સિરામીક એસોસીએશન દ્વારા કેટલાએ સમયથી આ મુદ્દે ગેસ કંપનીને રજૂઆત કરવામાં આવી રહી હતી. જેના અંતર્ગત ગુજરાત ગેસ કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી જ આ ફેરફાર લાગુ કરવામાં આવશે. જેને પગલે એગ્રીમેન્ટ આધારે ગેસ મેળવતી કંપનીઓને ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code