આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

આઇ લવ યુ, માય લવ, આઇએમ સોરી એવી સ્યૂસાઇડ નોટ લખીને ભેસ્તાનના યુવાને ગાર્ડન પાસે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.

રેમમાં પાગલ પ્રેમી પંખીડા આત્મહત્યા કરતા હોવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. આવા બે કિસ્સ સુરતમાં બન્યા છે. જેમામાં પ્રેમીકાએ લગ્ન માટે થોડી રાહ જોવાનું કહેતા પ્રેમીએ પ્રેમિકાના નામ એક સંદેશો લખીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આઇ લવ યુ, માય લવ, આઇએમ સોરી એવી સ્યૂસાઇડ નોટ લખીને ભેસ્તાનના યુવાને ગાર્ડન પાસે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. પ્રેમિકાએ બે માસ પછી લગ્ન કરવાની વાત કરતા માઠું લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. સુરતની બીજી એક ઘટનાની વાત કરીએ તો સરથાણા ખાતેની વ્રજ વાટિકામાં જ્વેલર્સની પત્નીએ ફાંસો ખાઇ જીવનીલા ટૂંકાવી હતી. મોબાઇલ ઉપર આવેલા મેસેજ બાબતે પતિએ પૂછતા અને તેમઈને માઠું લાગતા સ્યૂસાઇડ નોટ લખીને અત્યંતિક પગલું ભરી લીધું હતું.

ભેસ્તાન વિસ્તારમાં રહેતો હાસુમુદ્દીન ટેલર (ઉ.વ. 25) સ્થાનિક વિસ્તારમાં ટેલરિંગ કામ કરે છે. દરમિયાન બુધવારે બપોરે હાસુમુદ્દીન ભેસ્તાન ગાર્ડન પાસેથી બેભાન હાતમાં મળી આવ્યો હતો. તેના ઉપર રાહદારીની નજર પડતા 108ને ફોન કરી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં હાસુમુદ્દીને પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવ્યું હતું.

તેની પાસેથી આઇ લવ યુ, માય લવ, આઇ એમ સોરી લખેલી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી તી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, હાસુમુદ્દીનને તેની સાથે નોકરી કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ છે. બંને જમઆ લગ્ન કરવા તૈયાર છે પરંતુ યુવતીએ બે મહિના પછી લગ્ન કરવાની વાત કરતા હાસુમુદ્દીનને માઠું લાગી આવ્યું હતું. ત્યારબાદ તેણે ઊંઘની ગોળીઓ ખાવા સાથે ટી-શર્ટથી ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્ય હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ રાજકોટના વતની વતની મુકેશ ખૂંટ પરિવાર સાથે સરથાણા વ્રજચોક નજીક આવેલી વ્રજ વાટિકામાં રહે છે. તેઓ જ્વેલરસની દુકન ચલાવે છે. દરમિયાન બુધવારે સવારે તેઓ દુકાને ગયા હતા ત્યારે તેમની પત્નીએ ઘરમાં ફાંસો ખાઇ લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે મિત્તલબેનના લગ્ન 12 વર્ષ પહેલા મુકેશ ખૂંટ સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર ભાર્ગવ છે. મિત્તલબેનના મોબાઇલ ઉપર આવેલા મેસેજ બાબતે મુકેશ ખૂંટએ પૂછતાં તેમને માઠું લાગી આવ્યું હતું. ત્યારબાદ મિત્તલબેનને ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મિત્તલબેનને ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

 

23 Sep 2020, 7:57 AM (GMT)

COVID-19 Global Stats

31,800,290 Total Cases
975,769 Death Cases
23,410,225 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code