એલ કે અડવાણી
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

નવી દિલ્લી

દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યુ છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શનિવારે દિલ્લી વિધાનસભાના રજત જયંતિ મહોત્સવમાં ખાનગી કારણોસર આવશે નહિ. ગોયલે અડવાણીને દિલ્લી વિધાનસભાની પહેલી બેઠકની 25મી વર્ષગાંઠ પર આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. ગોયલે બુધવારે મોડી રાતે કહ્યુ, ‘અડવાણીજીના ખાનગી સહાયકે મને જણાવ્યુ છે કે તે ખાનગી કારણોથી આ કાર્યક્રમમાં શામેલ થઈ શકશે નહિ.’ તમને જણાવી દઈએ કે અએલ કે બોલાતસવાલથોડા દિવસો પહેલા રામનિવાસ ગોયલે જણાવ્યુ હતુ કે લાલકૃષ્ણ અડવાણીએ દિલ્લી વિધાનસભાની 25મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ સ્વીકારી લીધુ છે. અડવાણીને આ કાર્યક્રમમાં શામેલ થનાર અતિથિઓને પણ સંબોધવાના હતા જેના કારણે બધાની નજરો તેમના પર હતી.

ભાજપના નેતાઓએ લીધો હતો વાંધો

દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ભાગ લેવાની સ્વીકૃતિ અંગે દિલ્લીના ભાજપના અમુક નેતાઓએ વાંધો વ્યક્ત કર્યો હતો. વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) નું પ્રભુત્વ છે. ઘણા નેતાઓએ નામ ન જણાવવાની શરતે કહ્યુ કે અડવાણીને કાર્યક્રમથી અલગ રહેવુ જોઈએ. દિલ્લી ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યુ, ‘આપના નેતા અને ખાસ કરીને તેમના પ્રમુખ અરવિંદ કેજરીવાલ લગભગ દરેક પ્લેટફોર્મથી પોતાના એજન્ડા આગળ વધારે છે. આ મામલે અડવાણી અજાણતા તેમના ‘ટૂલ’ બની જશે.’

 શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજને પણ કાર્યક્રમમાં શામેલ થવાનું આમંત્રણ

વિધાનસભા અધ્યક્ષે એ અન્ય નેતાઓનો પણ સંપર્ક કર્યો છે જે મેટ્રોપોલિટન કાઉન્સિલ કે વિધાનસભાનો હિસ્સો રહ્યા છે. આમાં આસામના રાજ્યપાલ જગદીશ મુખી, વરિષ્ઠ ભાજપ નેતા વિજય મલ્હોત્રા પણ શામેલ છે. સૂત્રો અનુસાર મુખી શનિવારે દિલ્લીમાં હાજર રહેશે પરંતુ સિલ્વર જ્યુબલી સમારંભમાં હિસ્સો નહિ લે. દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજને પણ કાર્યક્રમમાં શામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. સૂત્રોએ જણાવ્યુ કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આ બંને કાર્યક્રમમાં શામેલ થશે કે નહિ ?

27 Sep 2020, 4:17 AM (GMT)

COVID-19 Global Stats

33,178,318 Total Cases
1,000,211 Death Cases
24,505,065 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code