આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

દિલ્હીમાં અભ્યાસ કરીને આવેલા સાધ્વી બ્રહ્મવાદીની દેવી સ્કંદ એક બિઝનેસમેનની પુત્રી છે.

કાશીમાં ચાલી રહેલા પરમ ધર્મ સંસદ 1008માં ભાગ લઈ રહેલી સાધ્વી બ્રહ્મવાદિની દેવી સ્કંદ ગૂગલની નોકરી અને લાખોનો પગાર છોડી સાધ્વી બની ગઈ છે. સાધ્વી બ્રહ્મવાદિની દેવી સ્કંદ ધર્મ સંસદમાં સૌથી ઓછી ઉંમરની પ્રતિનિધિ છે.

 

દિલ્હીમાં અભ્યાસ કરીને આવેલા સાધ્વી બ્રહ્મવાદીની દેવી સ્કંદ એક બિઝનેસમેનની પુત્રી છે. શરૂઆતથી જ ઈંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીમાં બીકોમ કર્યું, પછી સીએસનો અભ્યાસ કર્યો. શિક્ષણના બળ પર ગૂગલ જેવી કંપનીમાં નોકરી મળી. લગભગ 1 વર્ષ સુધી નોકરી કરી.

 

તેણે જણાવ્યું કે, અભ્યાસ દરમ્યાન તે માતા-પિતા સાથે મંદિર અને ગુરૂમાતાના ત્યાં જતી હતી. આ દરમ્યાન જ માની સાથે ગુરૂ માતા પાસે આવી. તેમના દ્વારા ઈશ્વરને લઈ બતાવવામાં આવેલા માર્ગથી ખુબ પ્રભાવિત થઈ.

 

ઘરમાં જ્યારે વૈરાગ્ય લેવાની વાત કરી તો, મા તો માની ગઈ, પરંતુ પિતાનું માનવું મુશ્કેલ હતું. ગુરૂ માતાના આદેશથી નિર્ણય અટલ થઈ ગયો હતો. મારી ઈચ્છા જોઈ આખરે પિતા અને ભાઈએ અનુમતી આપી દીધી.

 

ત્યારબાદ હું ગુરૂ માતા આશુતોશાંવરીના શરણમાં ગોરખપુરથી મુંડેરવા સ્થિત પરબ્રહ્મ સંયોજ્ય શરણમેમી આશ્રમ આવી ગઈ. ત્યાં મારી નામ બ્રહ્મવાદીની દેવી સ્કંદ પડ્યું.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code