કાંકરેજ, ભગવાન રાયગોર
કાંકરેજ તાલુકાની દુદાસણ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને ગ્રામ સેવક પર સુથાર ડાહ્યાભાઈ અજમલભાઈએ આક્ષેપ કર્યો છે કે, સરકારની પીએમ.એ.વાય. (પ્રધાનમંત્રી આવાસ યોજના) માંથી પોતાનું નામ કાઢી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લાભાર્થીનું નામ અગાઉ 9 નંબરમાં હતું. તલાટી, સરપંચ અને ગ્રામ સેવક ઉપર આક્ષેપ કરનાર ડાહ્યાભાઈની હાલત મજૂરી કરી શકે તેવી નથી તેમ પણ જણાવેલ હતું.