આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે

 

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ પ્રત્યર્પણ પર ચુકાદો આવવાના 4 દિવસ પહેલા કહ્યું છે કે આખી લોન ચૂકવવા તૈયાર છું. માલ્યાએ ટ્વીટ દ્વારા ભારતીય બેંકો એન સરકારને અપીલ કરતાં કહ્યું કે તેનો પ્રસ્તાવ માની લેવામાં આવે. માલ્યાએ ફરી એક વાર કહ્યું કે, પ્લીઝ મારા પૈસા લઈ લો. તેની સાથે જ માલ્યાએ કહ્યું કે તે બાબતને ખતમ કરવા માંગે છે કે તેઓ બેંકોના પૈસા લઈને ભાગી ગયા છે.

વિજય માલ્યાએ અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ડીલ મામલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્પર્પણ સાથે પોતાનું કોઈ કનેક્શન હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. માલ્યાએ ટ્વીટ કર્યું કે તેનો મામલો અને લોન ન ચૂકવવાની ઓફરને એકબીજા સાથે ન જોવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા માલ્યાએ ભારત સરકારને તમામ પૈસા પરત કરવાની ઓફર કરી હતી.

વિજય માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયા બાકી છે. આ લોન તેમની કંપની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવી હતી. માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે.

વિજય માલ્યાએ ટ્વીટ કર્યું કે, આદરપૂર્વક, મારા પર ટિપ્પણી કરનારાઓનું કહેવા માંગું છું કે હું નથી સમજી શકતો કે મારા પ્રત્યર્પણના ચુકાદા અને લોન ચૂકવવાના પ્રસ્તાવને હાલમાં દુબઈથી પ્રત્યર્પણ સાથે કેવી રીતે જોડવામાં આવી રહ્યું છે. હું જ્યાં પણ રહું, મારી અપીલ એ જ છે, પ્લીઝ પૈસા લઈ લો. હું આ કિસ્સાને ખતમ કરવા માંગું છું કે મેં બેંકોના પૈસા ચોરી કર્યા છે.

01 Oct 2020, 2:50 AM (GMT)

COVID-19 Global Stats

34,234,447 Total Cases
1,019,924 Death Cases
25,477,796 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code