મહેસાણાના બોરીયાવી શાળામાં રમતોત્સવ સ્પર્ધા યોજાઈ
મહેસાણાના બોરીયાવી શાળામાં રમતોત્સવ સ્પર્ધા યોજાઈ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરની સાર્વજનિક બી.એસ.ડબલ્યુ/એમ.એસ.ડબલ્યુ કોલેજ મહેસાણાના ક્ષેત્રકાર્યના સ્વરૂપે બોરીયાવી ગામની પ્રાથમિક શાળામાં રમોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળા ધો.3 થી 8ના વિદ્યાર્થીઓ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન એમ.એસ.ડબલ્યુ સેમિસ્ટર-2 વિદ્યાર્થી જેવા કે રાવલ માયા, પરમાર હિરલ , ચૌધરી સુરેશ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રસ્તુત કાર્યક્રમમાં મુખ્ય નિર્ણાયક તરીકે શાળાના આચાર્ય અલકાબેન મોદી હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ક્રાન્તિબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શીતલબેન ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું.