મહેસાણા જનતા સુપર માર્કેટના વેપારી એશોસીએશનના હોદ્દેદારોની વરણી
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જનતા સુપર માર્કેટ વેપારી એસોશિએશનની ગત તા.ર૯ના રોજ મિટિંગ મળી હતી. જેમાં વેપારી આલમમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કિર્તિસિંહ એલ.રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સિવાય મંત્રી તરીકે વિનોદભાઇ પટેલ તથા ખજાનચી ભરતભાઇ પટેલની નિમણૂંક થયેલ. નવિન વરણી કરાયેલ ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાનની જાગૃતિ, ચોવીસ કલાક ચોકીદારની હાજરી તથા પાર્કિંગની સુંદર વ્યવસ્થાના આયોજન
Jan 1, 2019, 17:44 IST

અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જનતા સુપર માર્કેટ વેપારી એસોશિએશનની ગત તા.ર૯ના રોજ મિટિંગ મળી હતી. જેમાં વેપારી આલમમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કિર્તિસિંહ એલ.રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ સિવાય મંત્રી તરીકે વિનોદભાઇ પટેલ તથા ખજાનચી ભરતભાઇ પટેલની નિમણૂંક થયેલ. નવિન વરણી કરાયેલ ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાનની જાગૃતિ, ચોવીસ કલાક ચોકીદારની હાજરી તથા પાર્કિંગની સુંદર વ્યવસ્થાના આયોજન માટે બાંહેધરી આપવામાં આવી હતી. મળેલ મિટીંગમાં બહોળી સંખ્યામાં શહેરી વેપારીઓ ઉપસ્થિત રહી વેપારીઆલમને પડતી સમસ્યા, પ્રશ્નો બાબતે ચર્ચા કરી નિવારણ કરવામાં આવ્યું હતું.