આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

નવી દિલ્હી

રાફેલ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અરજી પર આજે ચુકાદો આવી ગયો. 36 રાફેલ ફાઈટર જેટની ખરીદી મામલે કોર્ટની મોનિટરીંગમાં તપાસની માંગ કરતી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટ કહ્યુ કે રાફેલ સોદામાં કોઈ વિશેષ કમી જોવા મળતી નથી. આ ડીલ અંગે કેન્દ્રના ચુકાદા પર સવાલ ઉઠાવવા યોગ્ય નહિ ગણાય. કોર્ટે કહ્યુ કે વિમાનની ક્ષમતા પર શંકા કરવી યોગ્ય નથી. વળી, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે.

પ્રશાંત ભૂષણે રાફેલ ડીલ પર ચુકાદો આવ્યા બાદ મીડિયા સામે નિવેદન આપ્યુ છે. પ્રશાંત ભૂષણે સવાલ ઉઠાવતા કહ્યુ, ‘અમારા મતે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે. આ અભિયાન બંધ નહિ થાય અને અમે લોકો સમીક્ષા અરજી દાખલ કરવા પર વિચાર કરીશુ. તેમણે કહ્યુ કે અરજીકર્તાઓને રાફેલની કિંમત તો ખબર ન પડી. વળી, હવે ચુકાદો આવ્યા બાદ ભાજપ પણ પલટવાર કરતી જોવા મળી રહી છે

તમને જણાવી દઈએ કે રાફેલ વિવાદ પર મોદી સરકાર સામે કોંગ્રેસે મોરચો ખોલી દીધો હતો. આ આરોપો બાદ વિમાન સોદાની તપાસની માંગ કરતી ઘણી અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રાફેલ ડીલ અંગે કોર્ટની મોનિટરીંગમાં તપાસની માંગ કરતી અરજીઓ પર અંતિમ સુનાવણી બાદ અદાલતે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code