રાફેલ મુદ્દે ભાજપનું આવેદનપત્ર, જુઠ્ઠાણા ફેલાવવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ
અટલ સમાચાર,મહેસાણા મહેસાણામાં ભાજપ પક્ષે રાફેલ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ રાફેલ મુદ્દે ખોટુ બોલીને લોકોને ગુમરાહ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ જે કંઈપણ રાફેલ મુદ્દે નિવેદનો આપી રહી છે તે ખોટુ બોલી રહી છે. વિમાનોનો સોદો એ દેશની સુરક્ષા માટે કરવામાં આવ્યો છે જેમાં કંઈપણ ખોટુ નથી. ઉલ્લેખનીય છે કે
                                          Dec 19, 2018, 14:21 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર,મહેસાણા
મહેસાણામાં ભાજપ પક્ષે રાફેલ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ રાફેલ મુદ્દે ખોટુ બોલીને લોકોને ગુમરાહ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ જે કંઈપણ રાફેલ મુદ્દે નિવેદનો આપી રહી છે તે ખોટુ બોલી રહી છે. વિમાનોનો સોદો એ દેશની સુરક્ષા માટે કરવામાં આવ્યો છે જેમાં કંઈપણ ખોટુ નથી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રાફેલ મુદ્દાને ભ્રષ્ટાચાર ગણાવી રહી છે અને મોદી સરકારને રાફેલના હિસાબ-કિતાબ જાહેર લોકો સમક્ષ જાહેર કરો તેવા નિવેદનો સામે ભાજપે દેશભરમાં રાફેલ વિમાનો દેશની સુરક્ષા માટે હિતાવહ હોવાનો દેશવ્યાપી પ્રચાર શરૃ કર્યો છે.

