આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

વડગામમાં લોક રક્ષક પરીક્ષા કૌભોંડનું પેગેરુ શોધવા માટે ગાંધીનગરથી ATS ની તપાસ આવવાની વાતો ફેલાઈ,  પેપરકાંડના શકમંદો છૂમંતર… 

વડગામ તાલુકામાં પેપરકાંડ ને લઈ છેલ્લા કેટલાય દિવસથી વિવિદ્ધ પોલીસ ની તપાસ ચાલી રહી છે અને રાતોરાત પોલીસ પાંચ જેટલાને તો ઉઠાવી ગયી છે. પણ આ પેપરકાંડમાં વડગામ તાલુકાના 50 કરતાં વધુ શખ્સો હોવાની આશઁકા સેવાઈ રહી છે. જેને લઈ ગુરુવાર સવારથીજ લોકોમાં ચર્ચા થયી રહી હતી કે ગાંધીનગરથી એટીએસ પોલીસ કેટલાક ગામોની તપાસ માટે આવવાની છે અને જેને લઈ કેટલાય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તો બીજી બાજુ લોક રક્ષક પરીક્ષા કૌભોંડનું પેગેરુ શોધવા માટે અને તે અંગેની વધુ તપાસ ના ચક્રો ગતિમાન હોવાથી જિલ્લા અને તાલુકાના ભાજપ સહિતના કાર્યકરો છુમંતર થયી ગયા હતા.

લોકરક્ષક ભરતી કૌભોડ ભરતી માં પ્રશ્ન પત્ર લીક થયાનું પગેરું છેક ઉત્તર ગુજરાત માં બનાસકાંઠા અને એમાં પણ વડગામ તાલુકાના એદરાણા, મેજરપુરા, મેગાળ અને કોદરામના મળી પાંચ જેટલા શખ્સોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.અને હજુ 50 જેટલા શખ્સોએ પેપર ખરીદ્યું હોય એવી આશઁકા અને કોલ ડિટેલના આધારે પણ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે લોકરક્ષક ભરતીમાં લાખો ઉમેદવારો સાથે છેતરપિંડી કરનારાના એક પછી એક નામ ખુલી રહ્યા છે. જેમાં પોલીસે અત્યાર સુધી 5 જેટલા શખ્સોની અટકાયત કરી છે. ત્યારે જેમની પૂછતાછ કરતા આ પેપર  50 કરતા વધુ ઉમેવારો સુધી પહોંચ્યું છે. ત્યારે આ અંગેની પોલીસ દ્વારા હાલમાં સઘન તપાસ ચાલી રહી છે. જેને લઈ વડગામ તાલુકાના લોકોમાં ગુરુવાર સવારથી જ ચર્ચાઈ રહુયું હતું કે ગાંધીનગરથી એટીએસ પોલીસ ગુપ્ત રીતે વડગામ તાલુકાના કેટલાક ગામોની તપાસ માટે આવવાની છે. ત્યારે જે શખ્સો પોતાના અંદર વહેમ લઈને બેઠા હતા કે આ પેપરકાંડ માં અમારું નામ હશે તેવા કેટલાય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તો બીજી બાજુ લોકરક્ષક પરીક્ષા કૌભોંડનું પેગેરુ શોધવા માટે પોલીસ ની વિવિધ ટિમો અને તે અંગેની વધુ તપાસ ના ચક્રો ગતિમાન હોવાથી અને તાલુકા ભાજપના સદસ્યની સંડોવણી બહાર આવી હોવાથી જિલ્લા અને વડગામ તાલુકાના ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરો છુમંતર થયી ગયા હતા.

20 Sep 2020, 11:54 AM (GMT)

COVID-19 Global Stats

31,024,659 Total Cases
962,074 Death Cases
22,622,829 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code